Home /News /gujarat /

Ahmedabad Crime: શૌચ માટે જવું છું કહી દીકરી ઘરમાંથી નીકળી, સવારે પોલીસ સ્ટેશન સામે ઝાડ પર લાશ લટકતી મળી

Ahmedabad Crime: શૌચ માટે જવું છું કહી દીકરી ઘરમાંથી નીકળી, સવારે પોલીસ સ્ટેશન સામે ઝાડ પર લાશ લટકતી મળી

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime News: વાસણા પોલીસ સ્ટેશન સામે જ એક યુવતીએ આત્મહત્યા કરી હોવાની વાત વહેતી થતા સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. 21 વર્ષીય મનીષા પરિવાર સાથે ત્યાં આગળના ભાગે સૂતી હતી.

અમદાવાદ: અમદાવાદનાં વાસણા વિસ્તારમાં વહેલી સવારે પોલીસ સ્ટેશન સામે કાચા પાકા મકાન બહાર ઝાડ સાથે એક યુવતીની લટકતી લાશ મળી આવી હતી. આ દ્રશ્ય જોઈને ત્યાંથી પસાર થતા લોકો ફફડી ઉઠયા હતા. ઝાડ સાથે લટકતી લાશ જે યુવતીની હતી તે યુવતી મોડી રાતે ઘરેથી બાથરૂમ જવાનું કહીને બહાર નીકળી હતી અને વહેલી સવારે તેની લાશ લટકતી મળતા યુવતીની આત્મહત્યા કે કોઈએ તેને મારીને લટકાવી દીધી હતી તે દિશામાં પોલીસ તપાસ આગળ વધી રહી છે. હાલ પોલીસે આ પ્રકરણમાં અકસ્માતે મોત નોંધીને અલગ અલગ એન્ગલ પર તપાસ શરૂ કરી છે. પરંતુ તપાસ દરમિયાન એવું પણ સામે આવી રહ્યું છે કે યુવતીને એક યુવક સાથે પ્રેમસંબંધ હતો જે વાતથી યુવતીનાં પરિવારજનો નાખુશ હતા અને યુવતી થોડા સમય પહેલા પ્રિમેચ્યોર બાળકને જન્મ આપ્યો હતો. જેથી તે માતા બની હતી. હવે આ કેસમાં પોલીસ પાસે શું વિગત આવે છે તે અંગે પીએમ રિપોર્ટ અને અન્ય વિગત મહત્વની સાબિત થશે.

વાસણા પોલીસ સ્ટેશન સામે જ એક યુવતીએ આત્મહત્યા કરી હોવાની વાત વહેતી થતા સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. 21 વર્ષીય મનીષા પરિવાર સાથે ત્યાં આગળના ભાગે સૂતી હતી. વહેલી સવારે શૌચ કરવાનું કહી તે એક મકાન પાસે આવી અને ઝાડની ડાળી પર દુપટ્ટો બાંધી ફાસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતકના પરિવારની પૂછપરછ કરતા સામે આવ્યું કે મનીષા ને કોઈ યુવક સાથે પ્રેમ સબન્ધ હોવાથી પરિવારના કેટલાક સભ્યો તેને બોલાવતા નહોતા. જેના લીધે ડિપ્રેશનમાં આવી મનમાં લાગી આવતા આપઘાત કર્યો હોઇ શકે. હાલ આ તમામ મુદ્દાઓને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

વાસણા પોલીસ સ્ટેશન સામે ઝાડ પર લટકતી મળી દીકરીની લાશ


વાસણા પોલીસસ્ટેશન સામે થી લોકો વહેલી સવારે નોકરી ધંધે જવા પસાર થઈ રહ્યા હતા. સામે આવેલી કોલેજમાં પણ લોકો અભ્યાસ કરવા આવી રહ્યા હતા. કરફ્યુ પૂરો થયા બાદ સવારથી અવર જવર શરૂ થઈ રહી હતી. તેવામાં જ પોલીસને જાણ થાય છે કે પોલીસસ્ટેશન સામે આવેલા હનુમાન ના મંદિર ની બાજુમાં કાચા મકાન બહાર કોઈ છોકરી લટકી રહી છે. તાત્કાલિક વાસણા પોલીસની ટીમોને જાણ કરાઈ. ખુદ પોલીસ ઇન્સ્પેકટર કે જે ઝાલા ત્યાં આવી પહોંચ્યા હતા. ઘટના સ્થળે જઈને તપાસ કરી તો યુવતીએ ઝાડ પર કપડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેવામાં તેના પરિવારજનો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. એક જુવાનજોધ દીકરીએ જીવ ગુમાવતા પરિવારજનો આઘાતમાં હતા. પોલીસ તપાસ કરી રહી હતી ત્યાં પરિવારજનોના આંસુ સુકાતા નહોતા. ત્યાં પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે મૃતકનું નામ મનીષા ડાભી છે. જેની ઉંમર 21 વર્ષની છે. તેને કોઈ યુવક સાથે પ્રેમ સબન્ધ હતો. જેથી પરિવારના કેટલાક સભ્યો તેને બોલાવતા નહોતા. રાત્રે માતા સાથે સુઈ ગઈ હતી અને ચાર પાંચ વાગ્યાની આસપાસ શૌચ કરવા જવાનું કહી નીકળી હતી. પણ પરત ન આવતા માતાએ શોધતા તેની લાશ મળી આવી હતી. જે મામલે હવે વાસણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મનીષાના લગ્ન અગાઉ થયા હતા. પણ પતિ સાથે અણબનાવ હતો જેથી પિયર આવી ગઈ હતી. ત્યાર બાદ એક યુવક સાથે પ્રેમ સબંધ થયો અને તેની સાથે લિવ ઇન માં રહેવા લાગી હતી.આ દરમિયાન મનીષા ગર્ભવતી બની ગઈ હતી અને તેણે બાળકને જન્મ આપ્યો હતો.પ્રી મેચ્યોર ડિલિવરીના કારણે બાળકનું મોત થયું હતું. આ તમામ જાણકારીઓ પર પણ પોલીસે તપાસ શરૂ કરી આત્મહત્યા જ છે કે અન્ય કોઈ અઘટિત ઘટના બની છે તે બાબતે તપાસ શરૂ કરાઇ છે.
Published by:Margi Pandya
First published:

Tags: Crime news, અમદાવાદ ક્રાઇમ

આગામી સમાચાર