ન્યૂઝ 18 ગુજરાતી : અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. શહેરના કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી ફાલ્ગુની શ્રીમાળીએ બાથુરૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. ફાલ્ગુની શ્રીમાળીએ આત્મહત્યા કરતા પહેલાં એક અંતિમ ચીઠ્ઠી લખી હતી જે મળી આવી છે.
ફાલ્ગુની શ્રીમાળીએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે જાણવા મળ્યું નથી પરંતુ પોલીસે તપાસ હાથ ધરતા તેનું કારણ આગામી સમયમાં જાણવા મળે તેવી શક્યતા છે. જોકે, ઘટના સ્થળેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં વડનગરના શખ્સોનો ઉલ્લેખ છે. કોન્સ્ટેબલ ફાલ્ગુનીએ મરતાં પહેલાં લખેલી ચિટ્ઠીમાં કેટલાક લોકો તેની પજવણી કરતા હોવાનો ઉલ્લેખ છે. પ્રાપ્ત અહેવાલો મુજબ તેણે લખ્યું હતું કે પોલીસની નોકરી હોવા છતાં કશુ કરી શકે તેમ નથી તેનું દુ:ખ છે. મૂળ વડનગરની રહેવાસી ફાલ્ગુની પરિવાર સાથે અમદાવાદ સ્થાયી થઈ હોવાના અહેવાલો છે. જોકે, આત્મહત્યાનું ખરૂ કારણ તો પોલીસ તપાસના અંતે જ જાણી શકાશે.
હાલમાં મહિલા કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળીની આત્મહત્યાના મુદ્દે ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક કોન્સ્ટેબલનો મૃતદહે બાથરૂમમાંથી મળી આવ્યો હતો.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર