Home /News /gujarat /

10 વર્ષના બાળકની આપવીતીઃ 'મને પિસ્તોલ બતાવી કહ્યુ કે, કોઈને કહીશ તો મારી નાખીશ'

10 વર્ષના બાળકની આપવીતીઃ 'મને પિસ્તોલ બતાવી કહ્યુ કે, કોઈને કહીશ તો મારી નાખીશ'

આર્યનની ફાઇલ તસવીર

'જ્યારે હું હીંચકે બેઠો હતો ત્યારે એકભાઇ આવ્યો અને કાકા બોલાવે છે ગિફ્ટ આપવા માટે તેમ કહીને મને ખેંચી ગયો હતો.

    હર્મેષ સુખડિયા, અમદાવાદ

    પગરાના હિસાબના રૂ.2000 લેવાના બાકી હોવાથી પૂર્વ ડ્રાઇવરે માલિકના પુત્રનું અપહરણ કર્યું હતું. જોકે, તેને અરવલ્લી પોલીસની ટેક્નિકલ સર્વેલન્સ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બળકને શોધી કાઢ્યો હતો. પોલીસ બાળકને હેમખેમ પોતાના પરિવારને સોપ્યો હતો. 10 વર્ષના બાળક અપહરણની આખી કહાની મીડિયા સમક્ષ રજુ કરી હતી. તેના જણાવ્યા પ્રમાણે આરોપીઓ તેને જયપુર લઇ જવાના હતા. જયપુર લઇ જઇને પિતા પાસેથી બે કરોડ રૂપિયા માંગવાના હતા.

    અપહરણકારોની ચંગુલમાંથી હેમખેમ પાછા ફરેલા આયર્ન ઉર્ફે સન્નીએ પોતાની આપવીતી જણાવયા કહ્યું હતું કે, 'જ્યારે હું હીંચકે બેઠો હતો ત્યારે એકભાઇ આવ્યો અને કાકા બોલાવે છે ગિફ્ટ આપવા માટે તેમ કહીને મને ખેંચી ગયો હતો. મને લઇને તે નરોડા પાટિયા લઇ ગયો હતો. એક રિક્ષા મળી પણ રિક્ષા ડ્રાઇવર પીધેલો હોવાથી અમે ઉતરી ગયા હતા. આરોપીએ મને પિસ્તોલ બતાવીને કહ્યું હતું કે, કોઇને કહ્યું તો મારી નાખીશ. ફાયરિંગ કરીને બતાવું? તેમ કહીને એક રાઉન્ડ હવામાં ફયરિંગ પણ કહ્યું હતું. તેણે મને પગમાં માર્યું હતું.'

    આયર્ને વધુમાં જણાવ્યું હતું કે, મને ધમકી આપ્યા બાદ અમે એસટીમાં બેઠાં ત્યાર બાદ થોડા સમય પછી અમે એક ચાની દુકાને ઉતર્યા ત્યાં સ્લીપર બસ આવી હતી. જેમાં રૂ600ની સીટ લીધી હતી. આરોપીઓએ બાળકને પાપા પાસે બે કરોડ રૂપિયા માંગીશ તેવી ધમકી પણ આપી હતી. જયપુર જઇને પપા પાસેથી રૂપિયા માંગી એવું જણાવ્યું હતું.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ 10 વર્ષના બાળકનું અપહરણ, ક્રાઇમ બ્રાંચે શામળાજી પાસેથી હેમખેમ શોધી કાઢ્યો

    આ ઉપરાંત પોલીસે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને આ ઘટના અંગે માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પૂર્વ ડ્રાઇવરને પગારની બાબતમાં ઝઘડો થયો હતો. જેના પગલે માલિકના બાળકનું અપહરણ કરીને પિતા પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો પ્લાન હતો. ક્રાઇમ બ્રાન્ચ અને મેઘાણીનગર પોલીસના સંયુક્ત ઓપરેશન બાદ આયર્નને આરોપી પાસેથી હેમખેમ પરત મેળવ્યો હતો. ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચનાર પોલીસની કામગીરીના અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ વખાણ કર્યા હતા.

    ઉલ્લેખનીય છે કે, અમદાવાદના મેઘાણીનગરમાં આવેલા ભાર્ગવ રોડ ઉપર પોતાના ઘરની બહાર રમતા 10 વર્ષના આયર્નનું પૂર્વડ્રાઇવર પ્રહલાદ ઉર્ફે સરદારભાઇ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે, ગણતરીના કલાકોમાં બાળકને શોધી કાઢ્યું હતું. અને પરિવારને હેમખેમ પરત સોપ્યું હતું.
    Published by:ankit patel
    First published:

    Tags: Ahmedabad crime branch, Crime Story, Gujarat police, Kidnapping, અમદાવાદ, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन