અમદાવાદ : લૉકડાઉનમાં ઝવેરીઓની વ્યથા,'ખેડૂતોની જેમ અમારી સિઝન પણ નિષ્ફળ ગઇ'


Updated: May 24, 2020, 7:28 AM IST
અમદાવાદ : લૉકડાઉનમાં ઝવેરીઓની વ્યથા,'ખેડૂતોની જેમ અમારી સિઝન પણ નિષ્ફળ ગઇ'
પ્રતિકાત્મતક તસવીર

જવેલરે છેલ્લા 2 મહિનાના લૉકડાઉનમાં લાખોનું નુકશાન ભોગવ્યું છે.

  • Share this:
અમદાવાદ : શહેરના  ચાંદખેડા વિસ્તારમાં રહેતા મુકેશ ઠકકર, રાજેન્દ્ર મોદી અને  કિશોર સોની વ્યવસાયે જવેલર છે. જ્યારથી લૉકડાઉન થયું ત્યારથી જ ઘરે છે અને દુકાનો પર તાળા મારેલા છે. લૉકડાઉન 4.0 બાદ આ ત્રણેય જવેલરે દુકાનો તો ખોલી છે પરંતુ કોઈ ગ્રાહક ફરકતું નથી જેની પાછળનું કારણ છે પૈસાની તંગી. સોનાનો મોહ સૌને હોય છે એમાં પણ અખાત્રીજ હોય કે લગ્નસરાની સિઝન, શુભ મુહૂર્ત જોઇને લોકો સોનું ખરીદવાનું ચૂકતા નથી. પરંતુ આ વર્ષે જવેલરે છેલ્લા 2 મહિનાના લૉકડાઉનમાં લાખોનું નુકશાન ભોગવ્યું છે.

ચાંદખેડામાં રહેતા રાજેન્દ્ર ચોકસી કહેવું છે કે, લૉકડાઉનને કારણે જવેલર્સ ઈન્ડસ્ટ્રીમાં જબરદસ્ત મંદી આવી છે. કારણ કે લોકોને સોનું હવે ઈન્વેસ્ટમેન્ટ ઓછું અને ધાતુ  વધારે લાગે છે. લગ્નસરાની સિઝનમાં ઓર્ડર પ્રમાણે માલ પણ બનાવી દીધો હતો. પરંતુ લૉકડાઉન થતા માલ પોતાની પાસે છે જેનું ગ્રાહકો દ્વારા પેમેન્ટ પણ બાકી છે.  ખેડૂત ની જેમ આ વર્ષે તેમની સિઝન નિષ્ફળ ગઈ છે.

સોનાના ભાવ વધારાને કારણે ઝવેરીઓ પરેશાન

લોક ડાઉન પહેલા અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 42,000  બોલતો હતો જ્યારે લૉકડાઉન બાદ 49,500 જેટલો પ્રતિ તોલાની આસપાસ છે.  આવામાં ૨૫,૦૦૦ જેટલા જવેલર્સ છે તેમને સૌથી મોટી અસર પડી છે. એમાં પણ  દરેક વિસ્તારના નાના-મોટા ઝવેરીઓ તો પાયમાલ થઇ ચુક્યા છે.કારણ કે, તેઓ બેંક ક્રેડિટ અથવા તો ફાયનાન્સ પર ધંધો.ચલાવતા હોય છે. આવામાં વેપારીઓ હવે દેવાદાર બની રહ્યા છે.અમારી દિવાળી સુધરે તો સારું નોટબંધી અને જીએસટીના સમય બાદ જવલેરી ઈન્ડસ્ટ્રી ધીમે ધીમે ઉભી થઈ રહી હતી. ત્યાં લૉકડાઉને તમામની કમર તોડી નાંખી છે. લૉકડાઉન 4.0ની જાહેરાત બાદ પણ જવેલર્સ ઈન્ડસ્ટ્રીને કોઈ પડ્યો નથી. અમદાવાદના જવેલર્સ મુકેશ ઠક્કર સ્પષ્ટપણે કહી રહ્યા છે કે, દિવાળીમાં ધનતેરસ કદાચ તેમની ફળે તો ફળે બાકી એ પણ સમય પર નિર્ભર છે. તો બીજી તરફ ચાંદખેડા જવેલર્સ એસોસિએશનનાં પ્રમુખ કિશોર સોનીએ ચિંંતામાં છે કે, કોલકત્તા જતા રહેલાં બંગાળી કારીગરો હવે પરત ક્યારે ફરશે કારણ કે જવેલરી માર્કેટનાં હબ ગણાતા અમદાવાદમાં કંઈ કેટલાંય બંગાળી કારીગરો  વતન પરત જતા રહ્યા છે.

આ  પણ વાંચો - અમદાવાદ : એક સાથે 10 સગર્ભાઓએ Coronaને મ્હાત આપી, Covidના કહેર વચ્ચે સારા સમાચાર

વાત હવે લોકડાઉન 4.0ની જાહેરાત કે છૂટછાટની નથી. વાત છૂટછાટ બાદ લોકોનો સોના પ્રત્યે કેટલો મોહ તેની છે. લોકો સોનામાં રોકાણ તો ત્યારે કરશે જયારે હાથ પર રોકડ હશે.હાલ ના તો ગ્રાહક પાસે રોકડા છે કે ના તો વેપારી પાસે ત્યારે આવનાર સમય જવેલરી ઈન્ડસ્ટ્રીમાં કોને લેણદાર બનાવશે અને કોને દેવાદાર એ તો સમય જ બતાવશે.

આ  પણ જુઓ - 
First published: May 23, 2020, 2:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading