અમદાવાદ: શહેરના જવેલર્સની આ વર્ષે દિવાળી સારી જાય તેવા એંધાણ લાગી રહ્યા છે. લગ્નસરાની સીઝન અને દિવાળીને ધ્યાન માં રાખીને આ વખતે અમદાવાદમાં દોઢ કરોડ સોનાના દાગીનાનું બુકિંગ થઈ ગયું છે. બીજી તરફ અવનવી સ્કીમ પણ ગ્રાહકોને આકર્ષી રહી છે. અમદાવાદીઓ માટે અને સોની માટે આ વખતની દિવાળી એકદમ ખાસ છે. કારણ કે, આ વખતે સોની ગ્રાહકોને વધુમાં વધુ સ્કીમ આપવા તૈયાર છે. જ્યારે ગ્રાહકો પણ આ વખતે ખરીદીના માહોલમાં રંગાઈ ગયા છે. આ વખતે ગ્રાહકોએ સોનાના દાગીનાનું એડવાન્સ બુકિંગ કરી લીધું છે. અમદાવાદની વાત કરીએ તો આ વર્ષે ગયા વર્ષ કરતાં 1 કરોડનો વધારે બિઝનેસ જોવા મળી રહ્યો છે.
andy callના વેપારી ગીરીશ સોનીના કહેવા પ્રમાણે, આ વર્ષે લોકોએ લગ્નની ખરીદી અને બુકિંગ સૌથી વધારે કર્યા છે. ખાસ અમદાવાદમાં ડિસેમ્બર મહિનામાં સૌથી વધારે બુકિંગ થઈ ગયા છે. દિવાળી લગ્નસરાને કારણે નવરાત્રીમાં ઘરાકી નીકળી હતી જેમાં દશેરાએ શહેરમાં 20થી 25 કિલો સોનાનું વેચાણ થયું હતું.
સોનીની દુકાનમાં ખરીદીનો માહોલ
શહેરમાં દશેરાના દિવસે સોના ચાંદીના વેચાણમાં 50થી 60 ટકા જેટલી ઘરાકી રહી હોવાનું અનુમાન વેપારીઓ લગાવી રહ્યા છે. દશેરાએ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારો મળીને 20થી 25 કિલો સોનાનું વેચાણ થયું હતું. બુલિયનમાં નવરાત્રી શરૂ થતાંની સાથે સારી ધરાકી જોવા મળી હતી. હાલમાં રોજ માત્ર અમદાવાદમાં અંદાજે 100થી 125 કિલો સોનાનું વેચાણ થઈ રહ્યું છે. આમ ગત વર્ષની સરખામણીમાં બુલિયનના વેચાણમાં 30થી 40 ટકાનો ઉછાળો આવ્યો છે. બુલિયનના વેચાણ સૌથી પહેલા શરૂ થાય છે પછી છૂટક વેચાણ જોવા મળે છે.
હાલમાં લોકો લગડી અને સિક્કાની ખરીદી વધારે કરી રહ્યા છે. આ અંગે બુલિયન વેપારી નિશાંત સોનીના જણાવ્યા પ્રમાણે આશરે 1 કરોડ થી વધુ સોનું ખાલી ધનતેરસના દિવસ માટે બુક થયું છે. જ્યારે લોકો હવે સોનાની લગડી સીધી ખરીદી કરવાનું વધારે પસંદ કરે છે.
ગયા વર્ષે કોરોના કારણે, આ સમયે અમદાવાદમાં માંડ રોજનું રૂ. 8થી 10 કરોડનું વેચાણ થતું હતું. જોકે આ વર્ષે શ્રાદ્ધ બાદ એટલે કે નવરાત્રીમાં રોજનું અંદાજે 25થી 30 કરોડના સોનાન્ં વેચાણ થયુ છે. જ્યારે બુલિયનમાં રોજનું 100થી 125 કિલો સોનાનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે દિવાળીમાં આ વખતે સોનીના વેપારીઓની સૌથી વધુ ઘરાકી જોવા મળશે.