અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેલા જ્વેલર્સ પ્રકાશ ઘાંચી દ્વારા સ્થાનિકો સાથે વિમલ ગોલ્ડ નામની યોજનાના નામે સ્થાનિકો સાથે અંદાજે રૂ. એક કરોડની છેતરપિંડી કરાઈ છે. આ કેસમાં, આરોપીના રિમાન્ડ મેળવવા માટે સરકારે સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી છે. આ કેસની સુનાવણી 23 એપ્રિલે હાથ ધરાશે. ભૂતકાળમાં મેટ્રો કોર્ટે આરોપીના રિમાન્ડની માગ નકારી કાઢી હતી.
આ ઉપરાંત, મેટ્રો કોર્ટે આરોપીના જામીન પણ મંજૂર કર્યા હતા. જેથી, સરકારી વકીલે આ જામીન અરજીને રદ કરવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરવા માટે અમદાવાદ કલેક્ટર પાસે મંજૂરી માગી છે..બીજી તરફ, જ્વેલર્સની લોભામણી સ્કીમનો ભોગ બનેલાઓનુ કહેવુ છે કે, જ્વેલર્સે તેમની સાથે છેતરપિંડી કરી છે. આરોપી સામે પગલા લેવામાં આવે અને તેમના નાણા પરત અપાવવામાં પોલીસ મદદ કરે.
મહત્વનુ છે કે, જ્વેલર્સ લોભામણી યોજના દ્વારા અંદાજે 128 લોકો પાસેથી રૂ. 10000થી લઈને રૂ. દોઢ લાખ સુધીનુ રોકાણ કરાવડાવ્યુ હતુ અને અંદાજે રૂ. એક કરોડ જેટલી રકમ ભેગી કરી હતી.