Home /News /gujarat /

અમદાવાદ: અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથજીના રથની થઇ પૂજા, હવે સમારકામ થશે શરૂ

અમદાવાદ: અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથજીના રથની થઇ પૂજા, હવે સમારકામ થશે શરૂ

ત્રણ રથની પૂજા બાદ આરતી પણ કરવામાં આવી છે.

Ahmedabad Rathyatra: આજે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથના રથની વિશેષ પૂજા કરવામાં આવે છે.

અમદાવાદ: આજે અખાત્રીજના (Akhatrij 2022) શુભ દિવસે રથયાત્રાના (Rathyatra) દિવસે નીકળતા જગન્નાથજીના રથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથની પૂજા જગન્નાથ મંદિરના (Jagannath temple Ahmedabad) મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા કરવામાં આવી છે. ત્રણ રથની પૂજા બાદ આરતી પણ કરવામાં આવી છે.

આજે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથના રથની વિશેષ પૂજા કરવામાં આવે છે. બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની પણ વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આજે મંત્રોચાર સાથે વિધિ કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તે પહેલાં રથનું સમારકામ કરવામાં આવતું હોય છે. તે સમારકામની શરૂઆત અખાત્રીજના દિવસેથી જ કરવામાં આવે છે. ભગવાનની જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે રથ વિશેષ આકર્ષણનું કેન્દ્ર હોય છે.

રથની પૂજા કરવામાં આવી


આજે પૂજા બાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની ત્રણ રર્થોનું પૂજન કરીને આજ્ઞના લેવામાં આવે છે ત્રણ રથનું પૂજા પૂર્ણ કરી હવે સમાર કામ શરૂ કરવામાં આવશે.

રથની પૂજા કરવામાં આવી


રથ બદલવાને લઈ દિલીપદાસજીએ કહ્યું છે કે,  રથ 144 વર્ષ જુના છે. એટલે મંદિર દ્વારા નવા રથનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. નવા રથ તૈયાર કરવાં માટે 5થી 7 મહિનાનો સમય લાગશે. નવા રથમાં ખાસ વિશેષ ધ્યાન રાખવામાં આવશે ભક્તો ગમે ત્યાં ઉભા હોય. તો રથમાંથી ભગવાનના દર્શન ભક્તોને થઈ શકે.જોકે રથની ઊંચાય આપણા રૂટને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. રથમાં સાગનું લાકડનો ઉપયોગ કરવામાં આવશે.વધુ સુંદર અને ભવ્ય રથ તૈયાર કરાશે.રથ બનાવવા માટે લાકડું પણ આવી ગયું છે.રથ બનાવવા માટે જગન્નાથ પુરીના કારીગરો સાથે  મિટિંગ કરી છે.અહીંના કારીગરોને પણ સાથે રાખવામાં આવશે

મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું હતું કે, બે વર્ષથી ભક્તો ભગવાન જગન્નાથની રથયાત્રાની તમામ વિધિમાં સામેલ થવાની રાહ જોઈ રહ્યા છે. જોકે કોરોના કેસ ઓછા થતા જ રથયાત્રા પહેલાની વિધિ રંગેચંગે ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. જળ યાત્રા 108 કળશ સાથે નીકળશે. ધ્વજા પતાકા સાથે જળ યાત્રા નીકળશે અને ફરી કોરોના ન આવે તેવી પ્રાર્થના કરીએ. રથયાત્રા અને તે પહેલાની તમામ વિધિ રંગેચંગે કરી શકીએ.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, રથયાત્રા

આગામી સમાચાર