Ahmedabad : 31 ડિસેમ્બરની રાત્રે 1026 લોકો આવ્યા પોલીસના રડારમાં, જાણો શુ થઈ કાર્યવાહી
Ahmedabad : 31 ડિસેમ્બરની રાત્રે 1026 લોકો આવ્યા પોલીસના રડારમાં, જાણો શુ થઈ કાર્યવાહી
31 ડિસેમ્બરની રાત્રે 1026 લોકો આવ્યા પોલીસના રડારમાં
Ahmedabad News: 31 ડિસેમ્બર ની રાતે 1026 લોકો વિરૂદ્ધ કાયદાકીય પગલા લેવામાં આવ્યા છે. જેમાં નશાની હાલતમા 109 ની ધરપકડ કરાઈ, જાહેરનામા ભંગ હેઠળ 123 વિરુદ્ધ પગલા લેવાયા, માસ્ક ન પહેરનાર 638 લોકો દંડાયા, 11 વાગ્યા બાદ કરફ્યુ ભંગ કરનાર 156 લોકો ની પોલીસે ધરપકડ કરી.
અમદાવાદ, 31 ડિસેમ્બરની રાત્રે ઉજવણી પર રોક લગાવી હોવા છતાં અમદાવાદમાં 1 હજાર થી વધુ લોકો જેની સામે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા કડક નિયમો લાધ્યા હોવા છતાં આ નિયમોનો ભંગ કરવો તમામને ભારે પડ્યો છે. પોલીસના હાથ ઝડપાયેલા લોકોમાં 100થી વધુ લોકો દારૂ પી નશાની હાલતમાં ઝડપાયા છે. પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરનારા તમામ લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વિદાય લઈ રહેલા વર્ષ 2021 અને આવી રહેલા 2022ના વર્ષને આવકારવા 31 ડિસેમ્બરની ઉજવણી કરતા હોય છે. કોરોનાના વધતા કેસોને ધ્યાને લઈને 31 ડિસેમ્બરની ઉજવણી પર પોલીસ તંત્ર દ્વારા રોક લગાવવામાં આવી હતી. ખાસ કરીને 31st ની પાર્ટીઓ પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો.
પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. બીજીતરફ 31 ડિસેમ્બરની રાત્રે 12 વાગે યુવાઓના કોઈ ટોળા એકઠા ન થાય તે માટે રાત્રે 11 વાગ્યાથી શહેરમાં કરફ્યુ લગાવી દેવાયો હતો. લોકો એકઠા ન થાય તે માટે શહેરના દરેક ચારરસ્તાઓ પર પોલીસ ગોઠવાઈ હતી. છતાં પોલીસબ રડારમાં 1 હજાર લોકો કોઈને કોઈ નિયમનો ભંગ કરતા સામે આવ્યા.
31 ડિસેમ્બર ની રાતે 1026 લોકો વિરૂદ્ધ કાયદાકીય પગલા લેવામાં આવ્યા છે. જેમાં નશાની હાલતમા 109 ની ધરપકડ કરાઈ, જાહેરનામા ભંગ હેઠળ 123 વિરુદ્ધ પગલા લેવાયા, માસ્ક ન પહેરનાર 638 લોકો દંડાયા, 11 વાગ્યા બાદ કરફ્યુ ભંગ કરનાર 156 લોકો ની પોલીસે ધરપકડ કરી. પોલીસના ચાંપતા બંદોબસ્તના કારણે દારૂ પીધેલા કરતા કોવિડ ગાઈડલાઈન નુ ઉલ્લંઘન કરનારા ની સંખ્યા વધુ હોવાનું સામે આવ્યું છે.
નવા વર્ષની શરૂઆતમાં જ આ તમામ લોકોએ પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે.મહત્વનું છે કે 31ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સઘન ચર્કિંગ કરવામાં આવ્યું હતું. અંદાજે 13 હજાર પોલીસ કર્મીઓએદરેક ચારરસ્તા પર પસાર થતી કારનું ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પણ આખી રાત પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર