Home /News /gujarat /

અમદાવાદ: તુ કાળી છે અમારા ઘરમાં શોભતી નથી, દહેજ ભૂખ્યા દાનવોનો પરિણીતા પર ત્રાસ

અમદાવાદ: તુ કાળી છે અમારા ઘરમાં શોભતી નથી, દહેજ ભૂખ્યા દાનવોનો પરિણીતા પર ત્રાસ

પરિણીતાને ત્રાસ આપતાં દહેજ ભૂખ્યા સાસરીયા

Ahmedabad Crime:  પરિણીતા એ દીકરીને જન્મ આપતા તેના પતિ એ કહ્યું મારે દીકરો જોઈતો હતો. તું અને આ દીકરી પણ જોઈતી નથી. તમે બન્ને તમારી રીતે રખડીયા કરજો. અંતે કંટાળીને પરિણીતા એ પતિ , સાસુ સસરા અને જેઠ વિરુદ્ધ માં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. 

વધુ જુઓ ...
અમદાવાદ: શહેરમાં દહેજ અને સંતાનમાં દીકરાની લાલસાએ સાસરિયાંએ પરિણીતા ના હાલ બેહાલ કરી દીધા. પ્રથમ રૂપિયા પાંચ લાખ રોકડા દહેજ પેટે લઈ આવવા માટે ત્રાસ આપ્યો. બાદમાં તું  કાળી છે, અમારા ઘરમાં શોભતી નથી એવાં ટોણાં મારીને પરિણીતાને ઘર માંથી નીકળી જવા માટે કહ્યું. એટલું જ નહી પરિણીતા એ દીકરીને જન્મ આપતા તેના પતિ એ કહ્યું મારે દીકરો જોઈતો હતો. તું અને આ દીકરી પણ જોઈતી નથી. તમે બન્ને તમારી રીતે રખડીયા કરજો. અંતે કંટાળીને પરિણીતા એ પતિ અને સાસરિયાં વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

ફરિયાદી યુવતીના લગ્ન વર્ષ 2017 માં ડીસાના યુવક સાથે થયા હતા. જો કે લગ્નના ત્રણેક મહિના સુધી તેને તેના સાસરિયાએ સારી રીતે રાખેલ હતી બાદમાં તેના પતિને સરકારી ભરતી માટે પરિક્ષા ની તૈયારી કરવાની હોવાથી પરિણીતા પાસે દહેજ પેટે રૂપિયા પાંચ લઈ આવવા માટે દબાણ કરતા હતા.

આ પણ વાંચો-અમદાવાદ: 'તારે અન્ય પુરુષો સાથે સંબંધ છે, હું તને કેમ રાખુ, તું મરી જા..', શંકાશીલ પતિનો ત્રાસ

જ્યારે આ મામલે પરિણીતાએ ના પાડી અને કહ્યું કે, તેનાં પિતા આટલી મોટી રકમ આપી શકે તેમ નથી. તો તેનો પતિ તેની સાથે બોલાચાલી ઝઘડો કરી ને ત્રાસ આપવા લાગ્યો હતો. જ્યારે તેના જેઠ પણ ઘર કામ બાબતે વાંક કાઢીને બબાલ કરતાં અને ઘરમાં કંકાસ થતો હતો. જ્યારે તેના સાસુ સસરા તું કાળી છે, અમારા ઘર માં શોભતી નથી. અને ખાલી હાથે અમારા ઘરમાં આવી છે. તેવાં મેણાં સંભળાવવાં લાગ્યા હતાં. તેમજ ખોટા ખોટા શક વહેમ રાખી હેરાન પરેશાન કરતા હતા.

પતિ વિરુદ્ધ પણ ફરિયાદમાં પરિણીતાએ લખાવ્યું કે, તે વારંવાર તેને કહેતો કે, તું મને ગમતી નથી, મારે બીજા લગ્ન કરવા છે. તારા કરતાં સારી બીજી ઘણી બધી લઈ આવીશ. તેમ કહેતા પરિણીતા ને લાગી આવતા તે તેના પિયર આવી ગઈ હતી. પરિણીતા એ દીકરીને જન્મ આપતા તેના પતિ એ કહ્યું મારે દીકરો જોઈતો હતો. તું અને આ દીકરી પણ જોઈતી નથી. તમે બન્ને તમારી રીતે રખડીયા કરજો. અંતે કંટાળીને પરિણીતા એ પતિ , સાસુ સસરા અને જેઠ વિરુદ્ધ માં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad police, Crime news, અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ

આગામી સમાચાર