Home /News /gujarat /

અમદાવાદઃ જો તમે આ દશ્યો જોશો તો ક્યારેય બહારની પાણીપુરી નહિ ખાઓ

અમદાવાદઃ જો તમે આ દશ્યો જોશો તો ક્યારેય બહારની પાણીપુરી નહિ ખાઓ

અમદાવાદઃ જો તમે આ દશ્યો જોશો તો ક્યારેય બહારની પાણીપુરી નહિ ખાઓ

અમદાવાદઃ જો તમે આ દશ્યો જોશો તો ક્યારેય બહારની પાણીપુરી નહિ ખાઓ

  અમદાવાદઃ જો તમે પાણીપુરીના શોખીન હોવ, ચટાકેદાર ટેસ્ટની ટેવ હોય અને તમને પાણીપુરી ખાધા વગર ચાલતું ન હોય, પાણી પુરીની લારી જોઈને તમારી લાળ ટપકતી હોય તો આ અહેવાલ તમારા માટે ખાસ છે, કારણ કે અમે બતાવવા જઈ રહ્યાં છીએ પાણીપુરીનાં એવાં દશ્યો, જે તમને પાણીપુરીથી નફરત કરાવી દેશે. તમને આ દશ્યો જોયા પછી એમ થઈ જશે કે શું ખરેખર આપણે આવી પાણીપુરી ખાઈએ છીએ અને બીમારીને પેટમાં ભરપેટ ભરીએ છીએ, કારણ કે પાણીપુરી તમારી જિંદગીને પૂરી કરી શકે છે. એટલી ખરાબ હાલતમાં અમદાવાદમાં પણ પાણીપુરીનું પ્રોડક્શન થાય છે કે એ જોયા બાદ આપ પાણીપુરી ખાવાનું છોડી દેશો. શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકીમાં ખદબદતાં પાણીપુરીનાં દશ્યો આપને ન્યૂઝ18 બતાવવા જઈ રહ્યું છે. અમારો હેતુ આપને સજાગ કરવાનો છે, કારણ કે તમારા સ્વાદ સાથે કોઈ ચેડાં કરી રહ્યું છે.

  પાણીપુરી બનાવવાનાં દશ્યો જોવા  માટે અહીં વિડિયો પર ક્લિક કરો

  NEWS18 ગુજરાતીના કેમેરામાં કેદ થઈ છે એવી તસવીરો, જે તમને હેરાન તો કરશે, સાથે સાથે પાણીપુરીથી છૂટાછેડા લેવડાવી દેશે. વિકાસની હરણફાળ ભરતા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અમારી ટીમ પહોંચી ગઈ હતી. અમે પહોંચ્યા અમદાવાદના મેમ્કો વિસ્તારમાં, જ્યાં આવેલા રેલવે-ટ્રેક પર ધમધમી રહ્યા છે પાણીપુરીઓના અડ્ડાઓ. ત્યાં રેલવે-ટ્રેકની પાસે 100થી વધુ પાણીપુરીના એકમો છે, જ્યાં પુષ્કળ ગંદકીમાં સડેલા બટાકાને બાફવામાં આવે છે. પરિસ્થિતિ પણ ખૂબ જ ખરાબ અને બટાકા પણ સડેલા. રેલવે-ટ્રેક પાસે પાણી ભરાયેલા ખાડા અને એમાં બણબણતા મલેરિયાના મચ્છરો અને ઢોરોની વચ્ચે બટાકા અને ચણા બાફવાની ભઠ્ઠીઓ બનાવવામાં આવી છે. આવી જ સ્થિતિમાં સડેલા બટાકાને બાફવામાં આવે છે અને પુરીઓ પણ તળાય છે.  એક કિલો તેલમાં એક કલાક સુધી પુરી તળાતી જાય છે, એેટલે કે એકના એક તેલમાં પુરીઓ તળવામાં આવે છે અને આ તળાતી પુરીની સાથે તમારું સ્વાસ્થ્ય પણ, કેમ કે પુરીઓની અમદાવાદમાં ખૂબ જ ખપત છે. હલકી ગુણવત્તાના સાવ બળી ગયેલા તેલનો પણ પુરી તળવા ઉપયોગ થાય છે અને અમદાવાદીઓ આ પુરીઓને આનંદથી ઝાપટી જાય છે.  સડેલા બટાકા, ગંદકીથી ખદબદતાં સ્થળો અને વપરાશ ન કરી શકાય એવા તેલમાં તળાતી પુરીઓ આપના જીવને જોખમાં મૂકી દે તો નવાઈ નહિ. પાણીપુરીમાં વપરાતી ચટણીનાં પણ દશ્યો આપ ન્યૂઝ18ની સ્ક્રીન પર જોઈ શકો છો. તમારા મોઢામાં ચટાકો આપતી લાલ અને લીલી ચટણી કેવી પરિસ્થિતિમાં બની છે. ફુગવાળી ચટણી અને એની પર મંડરાતી માખીઓ કેટલી હાઇજેનિક છે એ એનો ચિતાર આપી રહી છે. નથી પુરી સલામત, નથી એની ફુગવાળી ચટણી સલામત અને નથી સડેલા બટાકા સલામત.  ઉપરાંત શહેરનાં મોટા ભાગનાં સ્થળો કે જ્યાં પાણીપુરીનું ઉત્પાદન થાય છે એ સ્થળોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ ગંદી-રોગચાળાને સીધા જ આમંત્રણ આપતી હોય એ ન્યુઝ18 ગુજરાતી પર પ્રસારિત થઈ રહેલાં આ દશ્યો સ્પસ્ટ કરે છે. આપ જે પાણીપુરીનો રગડો ખાઓ છો એમાં પણ અખાદ્ધ કલરનો ઉપયોગ થતો હોવાનું ન્યૂઝ18ના ઈન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે. જો પાણીપુરીના ઉત્પાદન અને એમાં વપરાતી સામગ્રી જ જો આટલી ખરાબ સ્થિતિમાં બનતી હોય તો આ પાણીપુરી આપના માટે મોટી બીમારીઓને સીધું નોતરું આપી શકે છે.

  બજારમાં બટાકાનો ભાવ કિલોએ રૂ.20-25 ચાલતો હોય ત્યારે શું આવી મોંઘવારી તમારા માટે એ ખરીદશે?  તેઓ  રૂ.5થી 10 રૂપિયે કિલો મળતા સડેલા-ગંદા બટેકા જ લાવશે.

  સંજય જોષી, રિપોર્ટર, News18 ગુજરાતી
  Published by:Sanjay Joshi
  First published:

  Tags: Panipuri, અમદાવાદ, આરોગ્યતંત્ર, ગુજરાત

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन