Home /News /gujarat /અમદાવાદ: પતિએ ધક્કો મારતાં પડી પત્નીને થઇ ગયું મિસકેરેજ, નણંદો કહેતી નોકરાણી, પરિણીતાએ આખરે કરી FIR

અમદાવાદ: પતિએ ધક્કો મારતાં પડી પત્નીને થઇ ગયું મિસકેરેજ, નણંદો કહેતી નોકરાણી, પરિણીતાએ આખરે કરી FIR

ફાઇલ ફોટો

Ahmedabad Crime: શહેરનાં ચાંદખેડા વિસ્તારમાં રહેતી પરિણીતાએ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં તેનાં પતિ, સાસુ સસરા, બે નણંદ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાનો આક્ષેપ છે કે નોકરીથી ઘરે આવવામાં મોડું થાય તો સાસરિયાઓ પરિણીતા સાથે ઝઘડો કરતાં હતાં. તેમજ પિયર માંથી પૈસા અને ઘરવખરીનો સમાન લાવવા માટે દબાણ કરતા હતા.

વધુ જુઓ ...
અમદાવાદ: લગ્ન બાદ સાસુ સસરા નોકરી માટે દબાણ કરતા પરિણીતાએ પ્રાઇવેટ કંપનીમાં નોકરી શરૂ કરી હતી. જો કે  નોકરીથી ઘરે આવવામાં મોડું થાય તો સાસરિયાઓ પરિણીતા સાથે ઝઘડો કરતાં. તેમજ પિયર માંથી પૈસા અને ઘરવખરીનો સમાન લાવવા માટે દબાણ કરતા હતા. પરિણીતાનો પગાર પણ તેનાં સાસુ લઈ લેતા હતા. એટલું જ નહિ સંતાનની બાબતે પણ સાસરિયાં ત્રાસ આપતા અંતે મહિલા આ આ મામલે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પત્ની પર અત્યાચાર ગુજરનારો પતિ


શહેરનાં ચાંદખેડા વિસ્તારમાં રહેતી પરિણીતાએ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં તેનાં પતિ, સાસુ સસરા, બે નણંદ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાનો આક્ષેપ છે કે નોકરીથી ઘરે આવવામાં મોડું થાય તો સાસરિયાઓ પરિણીતા સાથે ઝઘડો કરતાં હતાં. તેમજ પિયર માંથી પૈસા અને ઘરવખરીનો સમાન લાવવા માટે દબાણ કરતા હતા.

આ પણ વાંચો-ગુજરાતીઓને મળશે રાહત! આગામી ચાર દિવસ ગરમીમાં થશે આંશિક ઘટાડો

તેમજ પરિણીતાનો પગાર પણ તેની સાસું લઈ લેતી હતી. તેની સાસું તેને વારંવાર સંભળાવતા હતા કે તારા કરતાં બીજા ઘરની દીકરી લાવ્યા હોય તો મારા દીકરાને મોં માંગ્યા પૈસા મળ્યા હોત. પતિ એ સ્માર્ટ ફોન અને મોંઘી ઘડિયાળ ની માંગણી કરતા પરિણીતા એ પિયર માંથી પૈસા લઈને તે પણ માંગણી પૂરી કરી હતી.

લગ્નનાં બે વર્ષ સુધી પરિણીતાને કોઈ સંતાન ન હોવાથી તેનાં સાસુ તેને વાંઝણી કહેતા. જ્યારે બંને નણંદ તેને ઘરમાં નોકર કહીને બોલાવતી હતી. અને ઘરનું બધું કામ કરવતા હતા. પરિણીતા પ્રેગનેન્ટ થતા ડોકટરે તેને આરામ કરવાની સલાહ આપી હતું પરંતુ ઘરકામને લઈને પતિએ તેની સાથે ઝઘડો કરી ધક્કો માર્યો હતો. તે પડી જવાથી મિસકેરેજ થયું હતું.
" isDesktop="true" id="1191025" >

જ્યારે બીજી વખત પરિણીતાએ દીકરીને જન્મ આપતા તેનો પતિ પિયરમાં આવી જન્મની નોંધણી બાબતે ઝઘડો કરી મારઝૂડ કરી હતી. જેથી અંતે મહિલા એ પોલીસ ફરિયાદ કરતા પોલીસ એ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad crime news, Crime in Ahmedabad, Miscarriage, Sister in law

विज्ञापन
विज्ञापन