Home /News /gujarat /

અમદાવાદ: મારો વર એક સાથે બે પ્રેમિકાઓ સાથે સંબંધ રાખે છે અને મારાથી અલગ સુવે છે - પત્નીએ નોંધાવી ફરિયાદ

અમદાવાદ: મારો વર એક સાથે બે પ્રેમિકાઓ સાથે સંબંધ રાખે છે અને મારાથી અલગ સુવે છે - પત્નીએ નોંધાવી ફરિયાદ

અમદાવાદમાં પત્નીએ નોંધાવી પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

Ahmedabad Crime News: સાત આઠ મહિના પહેલા અચાનક યુવતીએ તેના પતિનો ફોન જોતા તેમાં પારુલ અને નીલમ નામની યુવતીઓ સાથેનું વ્હોટ્સએપ ચેટ તેને મળી આવ્યું હતું અને બંને યુવતીઓ સાથે તેને પ્રેમ સંબંધ હોય તે રીતે ચેટિંગ કર્યું હતું. જે બાબતે પતિને પૂછતાં તેણે કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો અને ત્યારથી તે આ યુવતીથી અલગ રૂમમાં સુવા માટે જતો રહ્યો હતો.

વધુ જુઓ ...
અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ તેના પતિ સહિત સાસરીયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેનો પતિ લગ્ન બાદ બે બે યુવતીઓ સાથે વ્હોટ્સએપથી પ્રેમભરી વાતો કરી ચેટ કરતો હતો અને જ્યારે આ બાબતે તેને પૂછતાં તેનો પતિ તેનાથી અલગ સુવા લાગ્યો હતો. એટલું જ નહીં આ બાબતે મહિલાએ ફરિયાદ કરતાં હવે તેનાં પતિએ પણ તેની પત્ની તથા અન્ય લોકો સામે મારામારીની ફરિયાદ કરી છે. આ સાથે જ અમદાવાદ પોલીસે બંને પક્ષે ક્રોસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના સૈજપુર બોઘા ખાતે રહેતી 30 વર્ષીય યુવતીનાં લગ્ન વર્ષ 2013માં થયા હતા. ત્યારબાદ તેને આ લગ્નજીવન દરમિયાન એક દીકરીને જન્મ આપ્યો હતો જે હાલ સાત વર્ષની છે. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઇ હતી અને લગ્નનાં થોડા સમય બાદ યુવતીના શ્રીમંત સમયથી પિયરજનોએ દાગીના ઓછા આપ્યા છે તેમ કહી યુવતીની સાસુ તેને ત્રાસ આપવા લાગી હતી અને દહેજનાં દાગીના લઈ આવવા માટે દબાણ કરતી હતી. સાથે જ તેના સસરા પણ જેમ ફાવે તેમ બોલતા હતા અને આ બાબતોને લઈને ઝઘડો થતા યુવતીએ પોલીસમાં અરજી આપી હતી. જોકે બાદમાં સમાધાન થતાં તે ફરી સાસરે રહેવા ગઇ હતી.

સાત આઠ મહિના પહેલા અચાનક યુવતીએ તેના પતિનો ફોન જોતા તેમાં પારુલ અને નીલમ નામની યુવતીઓ સાથેનું વ્હોટ્સએપ ચેટ તેને મળી આવ્યું હતું અને બંને યુવતીઓ સાથે તેને પ્રેમ સંબંધ હોય તે રીતે ચેટિંગ કર્યું હતું. જે બાબતે પતિને પૂછતાં તેણે કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો અને ત્યારથી તે આ યુવતીથી અલગ રૂમમાં સુવા માટે જતો રહ્યો હતો. અવારનવાર પૈસા માટે માથાકૂટ કરી સાસરિયાઓ આ યુવતીને ત્રાસ આપવા લાગ્યા હતા. યુવતીનો પતિ તેની માતા સાથે રહેવા ગયો હતો.

આ પણ વાંચો-સુરત: વીમો પકવવા માટે પરિણીતાની કરાઈ હત્યા, કાવતરાખોર સસરા અને નણંદની ધરપકડ

મહિલા જ્યારે તેનાં ઘરે ગઈ હતી ત્યારે તેને બિભત્સ ગાળો બોલી સાસરિયાઓએ તું અહીં શું કામ માટે આવી છે કોઈ પૈસા તને નહીં મળે રોડ ઉપર વાટકો લઇ ભીખ માંગી પેટ ભરો તેમ કહી તેને કાઢી મૂકી હતી. પાંચ મહિના સુધી તેનો પતિ ઘરે ન આવતો અને ફોન પર વાતચીત કરતો ન હોવાથી તેની સાસુનાં ઘરે ગઈ હતી ત્યારે પણ બબાલ થઈ હતી તેને જીવથી મારી નાખવાની ધમકી મળતા આખરે યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.

બીજી તરફ યુવતીનાં પતિએ પણ સામી ફરિયાદ કરી છે જેમાં તેણે તેની પત્ની એટલે કે ઉપરોક્ત કેસની ફરીયાદી તથા અન્ય લોકો સામે મારામારીની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે પણ તપાસ શરૂ કરી છે.
Published by:Margi Pandya
First published:

Tags: Crime news, Girl Friend, Local News, અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ

આગામી સમાચાર