હાર્દિકની પટેલની રેલીમાં પથ્થરમારો થવાની ઘટના બનતા વાતાવરણ તંગ બની ગયું છે. બાપુનગરમાં હાર્દિક પટેલની રેલી પસાર તઈ રહી હતી તે સમયે અચાનક પથ્થરમારો શરૂ કરી દેવામાં આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ, હાર્દિક પટેલ આજે અમદાવાદમાં રોડ શો કરી રહ્યો છે, જ્યારે હાર્દિક પટેલની રેલી બાપુનગર વિસ્તારમાં પહોંચી ત્યારે કેટલાક શખ્સો દ્વારા રેલી પર પથ્થરમારો શરૂ કરી દીધો. આ પથ્થરમારો બાપુનગર સ્થિત ભાજપના કાર્યાલય નજીક કરવામાં આવ્યો છે. પથ્થરમારીની ઘટના બાદ ભાજપ અને પાસના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા. બંને તરફથી સામ-સામે પથ્થરમારો કરવામાં આવ્યો. જેને લઈ વાતાવરણ તંગ બની ગયું છે. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. પોલીસ દ્વારા રેલીમાં જોડાયેલ લોકોને વેર વિખેર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે. મામલો થાળે પાડવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો છે. સુરક્ષા વ્યવસ્થા કડક કરી અર્ધલશ્કરી દળને પણ બોલાવી દેવામાં આવ્યા છે. હાર્દિકની સભા નિકોલમાં યોજાવાની છે તે દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટેકડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
હાર્દિક પટેલ બાપુનગર થઈ લાસ્ટમાં નિકોલમાં સભા યોજવાનો હતો. હાર્દિક સભા યોજે તે પહેલા જ બાપુનગરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યલય પાસે પાસ કાર્યકરો અને ભાજપ કાર્યકરો વચ્ચે તૂ તૂ મે મેં બાદ મામલો વણસ્યો અને બંને પક્ષના કાર્યકરો વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો. હવે હાર્દિક નિકોલમાં સભા કરી શકશે કે નહીં તે એક પ્રશ્ન બની ગયો છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં બોપલ ઘુમાથી નિકોલ સુધી હાર્દિક પટેલનો મેગા રોડ શો યોજાયો હતો. જેમા મોટી સંખ્યામાં હાર્દિકના સમર્થકો જોડાયા હતા અને બાઈક રેલી કાઢી તેનુ સમર્થન કર્યુ હતુ. તો બોપલ-ઘુમાથી નિકોલ સુધી આ રોડ શો ફર્યો હતો. જેને કારણે ઠેર-ઠેર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.. આ રોડ શો દ્વારા હાર્દિકે તેનુ શક્તિપ્રદર્શ કર્યુ. અમદાવાદમાં હાર્દિકનો રોડ શો અમિત શાહ અને આનંદીબેનના મતવિસ્તારમાં પણ ફર્યો હતો ત્યારે હાર્દિકે જણાવ્યુ હતુ કે કોઈ કોઈનો ગઢ નથી હોતો માત્ર જનતા જ માલિક હોય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર