Home /News /gujarat /

અમદાવાદનો જિમ ટ્રેનર પ્રેમિકાઓ પાછળ ખર્ચી નાંખતો હતો પગાર, પત્નીને ટટળાવતો

અમદાવાદનો જિમ ટ્રેનર પ્રેમિકાઓ પાછળ ખર્ચી નાંખતો હતો પગાર, પત્નીને ટટળાવતો

પ્રતીકાત્મક તસવીર

Ahmedabad: પતિને કોઈ સ્ત્રીનો મેસેજ આવતા મહિલાએ આ બાબતે પૂછતાં પતિ આવેશમાં આવીને, મારો ફોન છે જેના મેસેજ આવે અને કોઈની સાથે વાત કરું તારે શુ લેવાદેવા કહીને મારી હતી.

અમદાવાદ: શહેરમાં (Ahmedabad) રહેતી એક મહિલાએ તેના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી (police complaint against in laws) છે. મહિલાની સાસુ, સસરા, દિયર અને જેઠ તથા પતિ દહેજ માંગી ત્રાસ આપી માર મારતા હતાં. તો મહિલાનો પતિ જિમ ટ્રેનર (gym trainer husband) હોવાથી સારી બોડી બનાવી અનેક મહિલાઓ (extramarital affair) સાથે આડા સબન્ધ રચી બેઠો હતો. પૂરો પગાર આ મહિલાઓ પાછળ વાપરી નાખતો અને પત્ની પગાર બાબતે પૂછે તો તેને મારતો અને પોતાના માટે કમાતો હોવાનું કહી તારો ખર્ચો પિયરમાંથી લઈ આવવાનો કહી ત્રાસ આપતો હતો.

32 વર્ષીય મહિલા મૂળ રાજકોટની છે અને હાલ તે માતા પિતા સાથે રાજકોટ ખાતે રહે છે. જેના લગ્ન વર્ષ 2018 માં થયા હતા. મહિલાએ લગ્નજીવન દરમિયાન એક બાળકને જન્મ આપ્યો હતો. મહિલાનું સાસરું અમદાવાદના વાસણામાં છે અને સાસુ સસરા સહિતના લોકો નરોડામાં રહે છે. મહિલાનો પતિ એક જીમમાં જિમ ટ્રેનર તરીકે નોકરી કરે છે. મહિલાએ લગ્ન કર્યા તેના એક માસ બાદથી જ સાસુ સસરા સહિતના લોકોએ દહેજ બાબતે કકળાટ શરૂ કર્યો હતો. સાસુ અવાર નવાર મહિલાને પિયરમાંથી કઈ લાવી નથી કહીને ત્રાસ આપતા હતા.

આ પણ વાંચો - અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો, આરોપીએ કોલેજીયન યુવતીને આવી રીતે ફસાવી

માતા પિતા મધ્યમ વર્ગના હોવાથી કઈ નહિ લાવી શકે તેવું કહેતા સાસરિયાઓ તેને ત્રાસ આપી મારતા હતા. મહિલાની સાસુ ચઢામણી કરતા દિયર અને જેઠ પણ આવી દહેજની વાતો કરી મહિલાને ત્રાસ આપતા હતા. મહિલાને તેના સસરા પૈસાની માંગણી કરી પૈસા ન લાવે ત્યાં સુધી ઘરમાં રહેવાનો કોઈ હક નથી કહીને ત્રાસ આપતા હતા.

આ પણ વાંચો - બાવળાની પ્રજ્ઞાચક્ષુ મહિલા સાથે રિક્ષા ચાલકે કર્યો દુષ્કર્મનો પ્રયાસ, પીડિતાએ નરાધમને અવાજ પરથી ઓળખી નાંખ્યો

મહિલાનો પતિ જિમ ટ્રેનર હોવાથી અલગ અલગ મહિલાઓ સાથે તેને આડા સંબંધો હતા અને જે કમાણી થાય તે આ મહિલાઓ પાછળ વાપરી નાખતો હતો. થોડા સમય પહેલા મહિલાના પતિને કોઈ સ્ત્રીનો મેસેજ આવતા મહિલાએ મેસેજ બાબતે પૂછતાં પતિ આવેશમાં આવી ગયો અને મારો ફોન છે જેના મેસેજ આવે અને કોઈની સાથે વાત કરું તારે શુ લેવાદેવા કહીને મારી હતી. બાદમાં મહિલાએ પગાર ક્યાં વાપરી નાખ્યો તેવું પતિને પૂછતાં તેણે કહ્યું કે, હું મારા માટે નોકરી કરું છું તને પગાર શુ કામ આપું? તારા ખર્ચના પૈસા પિયરમાંથી લઈ આવવાના કહી ત્રાસ આપતા મહિલા રિસાઈને પિયર જતી રહી હતી. અખરે કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા વાસણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, પતિ-પત્ની

આગામી સમાચાર