અમદાવાદ : પુત્રવધુએ આપઘાતના પ્રયાસ બાદ સસરા વિરુદ્ધ નોંધાવી બળાત્કારની ફરિયાદ

અમદાવાદ : પુત્રવધુએ આપઘાતના પ્રયાસ બાદ સસરા વિરુદ્ધ નોંધાવી બળાત્કારની ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

તપાસ દરમિયાન મહિલાએ મોટો ઘટસ્ફોટ કરતાં પોતાના સસરા સામે બળાત્કારનો આક્ષેપ પણ કર્યો છે.

  • Share this:
અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ ગત 27 નવેમ્બરના રોજ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મહિલાએ પોતાના પતિ, સાસુ, સસરા દિયર, દેરાણી સામે આક્ષેપ કરતા ફરિયાદ દાખલ કરી હતી. તપાસ દરમિયાન મહિલાએ મોટો ઘટસ્ફોટ કરતાં પોતાના સસરા સામે બળાત્કારનો આક્ષેપ પણ કર્યો છે. જેથી પોલીસે જૂની ફરિયાદમાં બળાત્કારની કલમ ઉમેરી આગળની તપાસ શરૂ કરી છે.

મહિલાના આરોપ બાદ પોલીસે મહિલાનો મેડિકલ પણ કરાવી રહી છે. પોલીસે અગાઉ મહિલાની ફરિયાદ આપી હતી અને તેમાં બળાત્કારની કલમનો ઉમેરો કર્યો છે. વિગતવાર વાત કરીએ તો, 27 નવેમ્બરના રોજ મહિલાએ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, તેના પતિનો અન્ય સ્ત્રી સાથે સંબંધ છે. જેના કારણે તેણે તે હેરાન કરે છે. પતિની સાથોસાથ સસરા અને અન્ય લોકો પણ તેના પતિનો સાથ આપે છે.સૌરાષ્ટ્ર યુનિ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ બનાવી ડાયાબિટીઝની દવા, પેટન્ટને મંજૂરી મળતા ડ્રગના ભાવમાં થશે 30% જેટલો ઘટાડો

સુરત: પરિણીતા પર સાસરિયાનો ત્રાસ, પતિ અશ્લીલ ક્લીપ બતાવીને બાંધતો શારીરિક સંબંધ, તેનો પણ ઉતારતો વીડિયો

મહિલાના જણાવ્યા પ્રમાણે, તેનો પતિ ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવે છે અને સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો કરે છે. મહિલાએ સુસાઈડ નોટ પણ લખી હતી અને જેમાં આ બધા આક્ષેપો કર્યા હતા. આપઘાતના પ્રયાસ બાદ મહિલાનો જીવ બચી જતા તેમણે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે સોલા પોલીસ સ્ટેશનના પી.આઇ જે.પી જાડેજાનું કહેવું છે કે, મહિલાના આરોપ બાદ ફરિયાદ લીધી છે અને આરોપી સસરાને કોરોના થયો હતો જેથી નેગેટિવ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:December 10, 2020, 11:32 am

ટૉપ ન્યૂઝ