Home /News /gujarat /

અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં માર્ચ મહિનાના આ ત્રણ દિવસ પડી શકે છે માવઠું

અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં માર્ચ મહિનાના આ ત્રણ દિવસ પડી શકે છે માવઠું

હવામાન નિષ્ણાત અંબાલલ પટેલની આગાહી પ્રમાણે, આ ઉનાળા દરમિયાન વાતાવરણમાં વારંવાર પલટો આવશે.

હવામાન નિષ્ણાત અંબાલલ પટેલની આગાહી પ્રમાણે, આ ઉનાળા દરમિયાન વાતાવરણમાં વારંવાર પલટો આવશે.

રાજ્યમાં (Gujarat) પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. ગરમ અને સૂકા પવન ફૂંકાતા મહત્તમ તાપમાન વધી રહ્યું છે. જેના કારણે ઉનાળાની (Summer) શરૂઆતમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તો લઘુતમ તાપમાન નીચું હોવાના કારણે રાતે ઠંડી અને બપોરે આકરી ગરમી પડી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) વાતાવરણમાં પલટા અને માવઠાની આગાહી (weather forecast) કરી છે. તો સાથે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે, આ ઉનાળામાં સામાન્ય કરતા તાપમાન ઊંચું રહશે. જોકે, માર્ચ મહિનામાં પહેલા સપ્તાહમાં તાપમાન 38 ડિગ્રી તાપમાન નોંધાયુ છે અને આગામી દિવસમોમાં પણ ગરમીનું પ્રમાણ વધશે.

ગરમી સાથે માવઠાની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલલ પટેલની આગાહી પ્રમાણે, આ ઉનાળા દરમિયાન વાતાવરણમાં વારંવાર પલટો આવશે. તેમના જણાવ્યાં પ્રમાણે, ગલ્ફના દેશો તરફથી ધૂળ ઉડશે અને કચ્છના વિસ્તારમાં આવી પહોંચે છે અને કચ્છના વિસ્તારમાં ધૂળભર્યું વાતાવરણ રહશે. તેમજ દરિયા કિનારા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહશે. 12થી 15 માર્ચમાં ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને માવઠું થવાની શકયતા રહશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષા થશે કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા છે. તો ગરમી સાથે માવઠું અને ધૂળભરી આંધીઓ આવશે.]

કોણ છે અંબાલાલ પટેલ? કેવી રીતે બન્યા હવામાન નિષ્ણાત? કયા વર્ષમાં કરી હતી પ્રથમ આગાહી?

શિયાળામાં વાતાવરણમાં આવ્યો હતો પલટો

શિયાળા દરમિયાન પણ વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદ થયો હતો. જેના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે, ઉનાળામાં પણ વારંવાર વાતાવરણ પલટો આવવાની શકતા છે.

આ ઉનાળો આકરો રહેશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના અનેક વિસ્તારોમાં 13 માર્ચથી ગરમી 40 ડિગ્રીને પાર થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારથી જ 14 શહેરનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતના શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જોકે, હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે.

હોળી પર દ્વારકા જવાનો પ્લાન હોય તો પહેલા આ વાંચી લેજો, ત્રણ દિવસ દ્વારકાધીશના દ્વાર રહેશે બંધ



આ વખતે ચોમાસામાં સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે
Published by:Kaushal Pancholi
First published:

Tags: Ambalal Patel, Summer, Weather forecast, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन