ઇન્સ્ટા પર બિઝનેસ કરતી મહિલાના નામે અજાણ્યાએ વેબસાઇટ બનાવી ઓર્ડર લઇ રૂપિયા ચાંઉ કર્યા

ઇન્સ્ટા પર બિઝનેસ કરતી મહિલાના નામે અજાણ્યાએ વેબસાઇટ બનાવી ઓર્ડર લઇ રૂપિયા ચાંઉ કર્યા
પ્રતિકાત્મક તસવીર

લોકોએ મહિલા પર આક્ષેપ કરતા આ મામલો સામે આવ્યો અને મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. 

  • Share this:
અમદાવાદ : આપણે જોઇએ છીએ કે પોતાની પ્રોડક્ટ કે સેવાની લોકોને જાણ થાય તે માટે લોકો સોશિયલ મીડિયામાં  પેજ બનાવીને લોકોને માહિતી આપવામાં આવે છે. આમાં રૂપિયાનો ખર્ચ નથી થતો જેના કારણે હાલ લોકો સોશિયલ મીડિયાનો આ રીતે ઘણો ઉપયોગ કરતા હોય છે.  પરંતુ સોશિયલ મીડિયાનાં વધતા ઉપયોગથી એકતરફ એવા કિસ્સા સામે આવે છે જેમાં પોતાના અંગત ફોટો વાયરલ થઈ જાય છે. ત્યારે હવે એક મહિલાને સોશિયલ મીડિયા થકી બિઝનેસ કરવો ભારે પડ્યો છે. એક મહિલાએ પોતાના નામથી ઇન્સ્ટાગ્રામ પર પેજ બનાવી બિઝનેસ શરૂ કર્યો હતો. તો અજાણી વ્યક્તિએ તે જ નામથી વેબસાઈટ બનાવી લોકોના ઓર્ડરો મેળવી નાણાં ચાઉં કરી લીધા હતા. લોકોએ મહિલા પર આક્ષેપ કરતા આ મામલો સામે આવ્યો અને મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

કોરોનાના કહેર વચ્ચે મહેસાણામાં માસ્ક વગરની હજારોની ભીડે ડીજેના તાલ સાથે કાઢી હતી શોભાયાત્રા, બે સામે ગુનો નોંધાયોઅમદાવાદના મોટેરા ખાતે રહેતી જિલમિલ વાઘેલા તેના પતિ સાથે રહે છે. તે પોતે ફેશન ડિઝાઈનીંગ નું કામ કરે છે. તેણે ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાનું પેઇજ બનાવી તે પેજ ઉપર પોતે ડિઝાઈન કરેલા કપડાના ફોટા અપલોડ કરી વેપાર કરે છે. આ સિવાય બીજા કોઈપણ સોશિયલ પ્લેટફોર્મ પર કે ગુગલ ઉપર તેની પોતાની વેબસાઈટ ધરાવતા નથી. ગત ઓગસ્ટ મહિનામાં, તેમના વોટ્સએપ નંબર ઉપર એક કસ્ટમરનો મેસેજ આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, તેમની વેબસાઈટ ઉપર આપેલો ઓર્ડર કન્ફર્મ થઇ ગયો હોવા છતાં ઓર્ડર તેઓને મળ્યો નથી. આવી રીતે બીજા ઘણા અજાણ્યા માણસોના આ મહિલા ઉપર ફોન આવ્યા હતા અને જણાવ્યું હતું કે, વેબસાઈટ ઉપર ઓર્ડર આપી નાણાં ચૂકવ્યા છે પરંતુ તેઓને તેમની પ્રોડક્ટ કે નાણાં પરત મળ્યા નથી.

જાણો અમદાવાદની કોરોનાની પરિસ્થિતિ, કયા વિસ્તારમાં છે સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક

આ મહિલાએ તેમનો નંબર ક્યાંથી મળ્યો છે, તેવું પૂછતાં તમામ લોકોએ જણાવ્યું કે ઇસ્ટાગ્રામ પેજના તેઓ ફોલોઅર્સ છે અને તેમાં સર્ફિંગ કરતાં વેબસાઇટનું પેજ ઓપન થયું હતું અને તેમાં એ લોકોએ ઓર્ડર કર્યો હતો. જોકે આ મહિલાએ કોઈ વેબસાઈટ બનાવી નહીં હોવાનું તે જણાવે છે.સંખ્યાબંધ લોકોએ ફોન અને મેસેજ કરી આ મહિલાને નાણાકીય છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી તે અંગે મહિલાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પોલીસે તપાસ કરતા કોઈ અજાણી વ્યક્તિએ આ મહિલાએ ઇંસ્ટાગ્રામ ઉપર પેજ બનાવ્યું હતું. એ નામનો ઉપયોગ કરી ગુગલ ઉપર જીલમિલ નામની વેબસાઈટ બનાવી લોકો સાથે આ મહિલાના નામથી પોતાની પ્રોડક્ટ વેચાણ કરી નાણાકીય વ્યવહાર કરી લોકોને પ્રોડક્ટ કે નાણાં પરત નહીં આપી ઠગાઈ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:November 29, 2020, 11:44 am

ટૉપ ન્યૂઝ