અમદાવાદના રિક્ષા ચાલકે વૃદ્ધની વિધવા દીકરીને આપી ધમકી, "હું નિકાહ તારી સાથે જ કરીશ, જે થાય તે કરી લે",

અમદાવાદના રિક્ષા ચાલકે વૃદ્ધની વિધવા દીકરીને આપી ધમકી, "હું નિકાહ તારી સાથે જ કરીશ, જે થાય તે કરી લે",
પ્રતીકાત્મક તસવીર

યુવતીનો હાથ પકડી છેડતી કરી અને ધમકી આપી હતી. જેથી યુવતીએ પણ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

  • Share this:
અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક વિધવા યુવતી તેના પિયરમાં રહેતી હતી. ત્યાં તેના વૃદ્ધ પિતાએ ક્યાંય પણ આવવા જવા માટે એક રીક્ષા વાળા ને રાખ્યો હતો. જેથી આ યુવતી પણ રિક્ષાવાળાને ઓળખવા લાગી હતી. રિક્ષાવાળાને એક દિવસ વૃદ્ધએ બોલાવ્યો અને બાદમાં તેને પરત જવા કહ્યું હતું. જેથી તેણે આ વાતને લઈને બબાલ કરી હતી. વૃદ્ધએ પણ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં રિક્ષાવાળાએ બીજે દિવસે આવી યુવતીને કહ્યું કે, તારા પિતાએ ફરિયાદ કરી શુ ઉખાડી લીધું? આમ કહી યુવતીનો હાથ પકડી છેડતી કરી અને ધમકી આપી હતી. જેથી યુવતીએ પણ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષીય યુવતી તેના પિતા તથા માતા અને ભાઈ, બહેન સાથે રહે છે. વર્ષ 2013માં આ યુવતીના અંકલેશ્વર ખાતે લગ્ન થયા હતા અને બાદમાં તેને એક પુત્રને પણ જન્મ આપ્યો હતો. જે હાલ છ વર્ષનો છે. વર્ષ 2017માં તેના પતિનું અવસાન થતાં તે અને તેનો પુત્ર એકલા પડી જતા આ યુવતી તેના પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી. તેના પિતા ઉંમરલાયક હોવાથી તેમને ક્યાંય પણ જવું હોય તેના માટે રિક્ષા બોલાવતા હતા અને રિક્ષાવાળો આ યુવતીના પિતાને ઘરે પણ મૂકી જતો હતો.અમદાવાદનો શરમજનક કિસ્સો! ભરરાત્રે વિવિધ આસનોથી સેક્સ કરવાની પત્નીએ ના પાડી, પતિએ એક વાગ્યે ઘરમાંથી કાઢી મૂકી

આ રિક્ષાવાળો તેના પિતાને અવારનવાર મળતો હોવાથી આ યુવતીએ તેનું નામ પૂછ્યું હતું. જેથી સમીર શેખ નામનો આ યુવક અવારનવાર આ યુવતીના ઘરે આવતો જતો હોવાથી તમામ પરિવારજનો તેને ઓળખવા લાગ્યા હતા. 27 ડિસેમ્બરે સાંજે આ યુવતીની માતાને સરખેજ દરગાહ ખાતે જવાનું હતું. જેથી યુવતીના પિતાએ સમીરને તેની રીક્ષા લઇ આવવા માટે બોલાવ્યો હતો. પરંતુ યુવતીની માતાની તબિયત બગડતાં યુવતીના પિતાએ એને ફોન કરીને આવવાની ના પાડી હતી.

ગુજરાતમાં ઉત્તર દિશાના પવનોને કારણે 31મી ડિસેમ્બર સુધી પડશે ગાત્રો થીજવતી ઠંડી

તેમ છતાં આ સમીર તેના ઘરે આવ્યો હતો અને યુવતીના પિતા સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી યુવતીના પિતાએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.

બાદમાં 28 ડિસેમ્બરે બપોરે આ યુવતી તેના દીકરા સાથે ઘરે હાજર હતી. ત્યારે આ સમીર શેખ નામનો શખ્સ ઘર આગળ આવ્યો હતો અને તે બૂમો પાડવા લાગ્યો હતો અને "કાલે તારા બાપે મારા ઉપર ફરિયાદ કરીને શું તોડી લીધું?" કહ્યું હતું. બાદમાં સમીરે ધમકી આપી હતી કે તમને લોકોને શાંતિથી રહેવા દઈશ નહીં તમને બધાને હેરાન પરેશાન કરી નાખીશ. જેથી આ યુવતી તેના ઘરની બહાર આવી હતી અને ઝઘડો કરવાની ના પાડી હતી.ત્યારે એને એકદમ જ આ યુવતીનો હાથ પકડી લીધો હતો અને કહ્યું કે "નિકાહ તો હું તારી સાથે જ કરીશ તમારાથી જે થાય તે કરી લેજો" તેવી ધમકી આપી આ શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો. જેથી આ યુવતીએ પોલીસને જાણ કરતાં વેજલપુર પોલીસે આ મામલે સમીર શેખ નામના શખ્સ સામે ફરિયાદ નોંધી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:December 29, 2020, 08:16 am