Home /News /gujarat /

અમદાવાદમાં વસતા રાજસ્થાન સમાજનો મોટો નિર્ણય: સાદગીથી ઉજવાશે હોળી ધુળેટી પર્વ

અમદાવાદમાં વસતા રાજસ્થાન સમાજનો મોટો નિર્ણય: સાદગીથી ઉજવાશે હોળી ધુળેટી પર્વ

આ વખતે કોરોનાના કારણે હોળી ધુળેટી પર્વ સાદગીથી મનાવવા નિર્ણય રાજસ્થાન સમાજ દ્વારા કરાયો છે.

આ વખતે કોરોનાના કારણે હોળી ધુળેટી પર્વ સાદગીથી મનાવવા નિર્ણય રાજસ્થાન સમાજ દ્વારા કરાયો છે.

અમદાવાદમાં  (Ahmedabad) કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણ વધી રહ્યું છે તેવામાં શહેરની કેટલીક ક્લબ દ્વારા ધુળેટી (holi celebratiom) પર્વનું આયોજન નહિ કરવાનું નક્કી કર્યું છે. ત્યારે  અમદાવાદમાં વસતા રાજસ્થાન (Rajasthan) સમાજના અગ્રણીઓ દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે કોરોનાના કારણે હોળી ધુળેટી પર્વ સાદગીથી મનાવવા નિર્ણય રાજસ્થાન સમાજ દ્વારા કરાયો છે.

શહેરમાં  રાજસ્થાનના 10 લાખ લોકો વસે છે

હાલમાં કોરોના  વાયરસે આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. તેવામાં હાલમાં મોટો તહેવાર હોળી ધૂળેટી આવી રહ્યો છે. આ તહેવારમાં રાજસ્થાન સમાજના લોકો ધૂમધામપૂર્વક ઉજવતા હોય છે. પણ હાલ કોરોનાના કેસોની સ્થિતિને જોતા રાજસ્થાન સમાજ અને સમાજના ડોકટરે અનોખી પહેલ કરી છે. રાજસ્થાન સમાજના યુવા મંચના કન્વીનર ગિરિવર સિંહ શેખાવત જણાવે છે કે, અમદાવાદમાં રાજસ્થાન સમાજના 10 લાખ લોકો વસી રહ્યા છે. સમાજ દ્વારા દરવર્ષે શહેરના અલગ અલગ વિસ્તારમાં હોળી ધૂળેટી પર્વની ઉજવણી માટે 20થી 25 કાર્યક્રમો યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાય છે. પરંતુ આ વખતે હોળી ધૂળેટી લોકો સાદગીથી મનાવે તેવું નક્કી કરાયું છે. શહેરના અલગ અલગ ઝોનમાં સમાજના અગ્રણીઓ મીટીંગ ગોઠવી તહેવાર સાદગીથી ઉજવણી થાય તેની જાણકારી અપાશે.

જાગૃતિ અને જાણકારી ઝોનના અગ્રણી આપળશે

તહેવારની ઉજવણી સાદગીથી એટલે લોકોએ ઘરની બહાર નીકળવું નહિ. તહેવારની શુભેચ્છા સોશિયલ મીડિયાના માધ્યમથી આપવી. જો કોઈ અગત્યના કારણોસર બહાર નીકળવાનું થાય તો માસ્ક અને  સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે જાગૃતિ અને જાણકારી ઝોનના અગ્રણીને સોપાશે.

સેલવાસ: પાડોશીએ ચાર વર્ષની બાળકીની કરી ક્રૂર હત્યા, દુષ્કર્મની આશંકા, આઘાતમાં પિતાનો આપઘાત

તો સમાજના અગ્રવાન અને ડૉ. હસમુખ અગ્રવાલે જણાવ્યું કે કોરોનાના કેસ વધી રહ્યા છે જેથી લોકો નિયમોનું પાલન કરે તે જરૂરી છે.  લોકોને જાગૃત કરવા સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરાશે. મહત્વનું છે કે, આમ તો રાજસ્થાન સમાજના લોકો હોળી ધુળેટી પર્વસમયે વતન પણ રાજસ્થાન જતા હોય છે. પણ  આ વખતે રાજસ્થાન સરકાર દ્વારા પણ નિયમો કડક કર્યા છે અને રાજસ્થાનની હદમાં એન્ટ્રી માટે કોરોના નો RTPCR ટેસ્ટ ફરજીયાત બતાવવાનું નિર્ણય કર્યો છે.

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પરથી ગેરકાયદેસર રીતે બાયોડીઝલના વેચાણનું મોટું રેકેટ ઝડપાયું, ત્રણ આરોપી ફરાર



જેથી સમાજના જે લોકો રાજસ્થાન ન જાય તેઓ અહીં પણ ઉજવણી સાદગીથી કરી ગાઈડલાઈનનું પાલન કરે તે માટે સમાજના યુવામાંચના આગેવાનો સક્રિય થયા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Holi, અમદાવાદ, ગુજરાત, રાજસ્થાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन