અમદાવાદની 'ક્વીન ઓફ કાઇટ્સ'ની પતંગ અમિતાભ, સલમાન, શ્રધ્ધાએ ઉડાવી છે, જોઇલો સુંદર પતંગો

અમદાવાદની 'ક્વીન ઓફ કાઇટ્સ'ની પતંગ અમિતાભ, સલમાન, શ્રધ્ધાએ ઉડાવી છે, જોઇલો સુંદર પતંગો
અમદાવાદના ભાવના મહેતા એટલે ક્વિન ઓફ કાઈટનું બિરુદ તમામ પતંગબાજો સાથે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા આપવામાં આવ્યું છે.

અમદાવાદના ભાવના મહેતા એટલે ક્વિન ઓફ કાઈટનું બિરુદ તમામ પતંગબાજો સાથે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા આપવામાં આવ્યું છે.

  • Share this:
અમદાવાદના ભાવના મહેતા એટલે ક્વિન ઓફ કાઈટનું બિરુદ તમામ પતંગબાજો સાથે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા આપવામાં આવ્યું છે. ભાવના મહેતાએ વર્ષ 2008થી પતંગ બનાવવાની શરુઆત કરી અને તેમની પહેલી પતંગ મોરના અલગ અલગ આકાર પર હતી. નાનપણથી આર્ટ અને ક્રાફટ પ્રત્યેના શોખને કારણે તેમને દુનિયાભરમાં ખ્યાતિ મેળવી છે.

હેન્ડમેડ પતંગ બનાવીને તેમણે દુનિયાભરમાં નામના પણ મેળવી છે. તેઓ દર વર્ષે અલગ અલગ થીમ પર પતંગ બનાવે છે.  વર્ષ 2008માં જયારે  તેઓ પહેલીવાર અમદાવાદના પોલીસ સ્ટેડિયમમાં ગયા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા તેમને ક્વિન ઓફ કાઈટનું બિરુદ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સતત 3 વર્ષ સુધી તેમને એવોર્ડ મળતા રહ્યા.ભાવના મહેતાએ અત્યાર સુધી ગુજરાતની આર્ટ એન્ડ કલ્ચર પર પતંગ બનાવ્યા છે. જેમાં તેમની ટીમ સ્ટીચિંગથી લઈને કલર સબ્જેક્ટ નક્કી કરે છે. ખાસ તેઓ ભારતીય સંસ્કૃત્તિને  ધ્યાનમાં રાખીને પતંગ બનાવે છે.ભાવના મહેતાએ ન્યૂઝ18ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં જણાવતા કહ્યું કે, તેમની પતંગ કાઈટ સોસાયટી ઓફ ગ્રેટ બ્રિટનમાં સિલેક્ટ કરવામાં આવી હતી. જ્યાં હેન્ડ મેઈડ પતંગ બનાવતાં હોય છે. આ માટે માત્ર ભારતમાંથી તેમનું સિલેક્શન થયું હતું.અમદાવાદના ભાવના મહેતાએ પતંગની સિલાઈ માટે સ્વિત્ઝલેન્ડથી ખાસ મશીન મંગાવ્યું છે એટલું જ નહીં તેમણે અમેરિકાથી ખાસ નાઈલોન કલર્સ પણ મંગાવ્યા છે જે પતંગના કાપડ પરથી સ્પેડ નથી  થતાં.કોરોના વાયરસના સમયમાં તેઓ અત્યારે કલર્સ મંગાવી નથી શક્યા પરંતુ આ વર્ષે પણ તેમણે રાધા ક્રિષ્નની થીમ પર પતંગ બનાવી છે.કયા કયા પતંગ બનાવ્યા છે?

વર્ષ 2008-  સૌથી  પહેલી પતંગ  મોર અને તેના અલગ અલગ કળા અને આકાર પર
વર્ષ 2009- દરિયાઈ ઘોડો
વર્ષ 2010- લદાખમાં મોંકનું પેઇન્ટિંગ  વર્ષ 2011રાગ કૌમુદીની
વર્ષ 2012- સૂર્ય અંગે દિવસ અને રાત માટે અને બિહુ ડાંસ પર જેની પર નરેન્દ્ર મોદીની સાઈન છે.
વર્ષ 2013- વો કાટા કલકત્તા થીમ
વર્ષ 2014 - આ વર્ષે સલમાન ખાન અમદાવાદમાં આવ્યો હતો. જેની ફિલ્મ જય હો પર પતંગ બનાવી હતી. પોલીસ હાર્ટ 1091 હેલ્પ લાઇન પર પણ બનાવી હતી.
વર્ષ 2015- અમિતાભ અને ધનુષનું પોટ્રેટ કર્યું હતું.
વર્ષ 2016- ન્યુઝ18 માટે રસોઈની રમઝટ કાર્યક્રમ માટે ખાસ  પતંગ બનાવી હતીવર્ષ 2017- લાઈવ શો માટે થીમ પતંગ બનાવેલી....
વર્ષ 2018- ઈન્ડોનેશિયામાં હરીફાઈ માટે પતંગ બનાવેલી...એ સિવાય 50 પતંગ મહાભારત અને રામાયણ પર બનાવેલી..
વર્ષ 2019-  સ્ટેચ્યુ ઓફ યુનિટી પર બનાવેલી આ સિવાય યુ કે માટે  રાજસ્થાની ક્વીન પર પણ બનાવેલી

વર્ષ 2020-  વરુણ અને શ્રધ્ધા પર બનાવેલી
વર્ષ 2021- રાધે ક્રિષ્નાના પ્રેમ પર પતંગ બનાવી છે.
Published by:Kaushal Pancholi
First published:January 16, 2021, 08:11 am

ટૉપ ન્યૂઝ