અમદાવાદના તબીબની બેદરકારી, મહિલા દર્દીને એક્સપાયરી ડેટની દવાની બોટલ ચઢાવી દીધી


Updated: September 29, 2020, 11:12 AM IST
અમદાવાદના તબીબની બેદરકારી, મહિલા દર્દીને એક્સપાયરી ડેટની દવાની બોટલ ચઢાવી દીધી
પ્રતિકાત્મક તસવીર

જેથી ફરિયાદીએ ખાનગી લેબોરેટરીમાં આ રિપોર્ટ કઢાવ્યો હતો.

  • Share this:
અમદાવાદના નિકોલ વિસ્તારમાં તબીબે મહિલા દર્દીને એક્સપાયરી ડેટવાળી દવાની બોટલ ચઢાવી દેતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. લેબર કોન્ટ્રાકટરનું કામ કરતા હિરેન પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેની પત્નીને પેશાબના ભાગે દુખાવો થતાં સ્થા પ્રસૂતિ ગૃહ અને સર્જીકલ નર્સિંગ હોમમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. જ્યાં હાજાર મહિલા તબીબ પારૂલબેન શાહે તેમને રિપોર્ટ કઢાવવા માટે કહ્યું હતું. જેથી ફરિયાદીએ ખાનગી લેબોરેટરીમાં આ રિપોર્ટ કઢાવ્યો હતો.જે રિપોર્ટ તબીબને બતાવતા મહિલા તબીબે ફરિયાદીની પત્નીને પેશાબની નળીમાં ઇન્ફેક્શન હોવાનુ જણાવ્યુ હતું. જેના માટે ત્રણ દિવસનો કોર્ષ કરવાનો રહેશે અને સવાર સાંજ એક દવાની બોટલ ચઢાવવાની રહેશે તેમ જણાવ્યુ હતું.

બાદમાં ફરિયાદને ધંધાના કામથી બહાર જવાનું હોવાથી 30મી મે ના દિવસે બપોરે તેઓ દવાની બોટલ ચઢાવવા ગયા હતા. જ્યાં મહિલા તબીબ અને સ્ટાફે તેમને એક દવાની બોટલ ચઢાવી હતી. બાદમાં પતિ પત્ની સાથે બેઠા હતા ત્યારે ફરિયાદીએ દવાની બોટલ પરનું લખાણ વાંચ્યું હતું. ત્યારે જાણવા મળ્યુ હતું કે, આ બોટલ ડિસેમ્બર 2018માં એક્સપાયરી થઈ હતી. જેથી ફરિયાદી એ નર્સને જાણ કરતા નર્સે કહ્યું હતું કે, અમે આ જ બોટલ દર્દી ને ચઢાવીએ છીએ અને તમારા પત્નીને તો તબીબે જાતે જ દવાની બોટલ ચઢાવી છે.

આ પણ જુઓ - 
બાદમાં ફરિયાદીએ તરત જ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે આ મામલે જાણવાજોગ દાખલ કરી ને દવાની બોટલ એફએસએલ અને સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ અર્થે મોકલી આપવામાં આવી હતી. જેમાં પેનલ ડોકટર એ આ દવા ની બોટલ ચઢાવવાથી મહિલાને હાની થવાનો સંભવ હોવાનો અભિપ્રાય આપતા મહિલા તબીબ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ થયેલ છે.

આ પણ વાંચો - સુરત: પતિએ પત્નીને મારી નાંખવાનો કર્યો પ્રયાસ, યુવાન યુવતીને ભગાડી લાવતા પરિવાર પર હુમલો
Published by: Kaushal Pancholi
First published: September 29, 2020, 11:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading