અમદાવાદ : અત્યાર સુધી રિક્ષામાં પેસેન્જરને બેસાડીને નજર ચૂકવી ચોરી થઇ હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. પરંતુ શહેરના કાલુપુર વિસ્તારમાં એક રિક્ષા ચાલક પેસેન્જર બેસાડવો ભારે પડ્યો છે. પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા લૂંટારુએ અન્ય એક આરોપી સાથે મળીને રિક્ષા ચાલકને માર મારી રિક્ષાની લૂંટ ચલાવી છે.
નિકોલ વિસ્તારમાં રહેતા પીન્ટુભાઈ રાજપૂતે પોલીસ ફરિયાદ આપી છે કે, તે અને તેનો મિત્ર મહેન્દ્ર કાલુપુર શટલ મારવા માટે રિક્ષા લઈને નીકળ્યા હતા. જોકે, ફરિયાદીને સરસપુર ખાતે પેશાબ કરવા માટે રિક્ષામાંથી નીચે ઉતરતા મહેન્દ્ર રિક્ષા લઈને જતો રહ્યો હતો. અને બાદમાં થોડીવાર રહીને મહેન્દ્રએ ફરિયાદીને ફોન કરીને જણાવેલ કે તે રિક્ષા લઈને કાલુપુર શટલ મારી રહ્યો હતો ત્યારે એક યુવાને તેને કાલુપુર બ્રિજ પર લઈ જવા માટે કહ્યું હતું.
જેથી તેણે આ પેસેન્જરને બેસાડી કાલુપુર બ્રિજ પર ઉતર્યો હતો. જ્યાં અગાઉથી જ અન્ય એક યુવાન ઊભો હતો અને આ બંનેએ ભેગા થઈ તેને માર મારી રિક્ષા લઈને પલાયન થઈ ગયા છે.
જેથી ફરિયાદી પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેના મિત્ર મહેન્દ્રએ કહેલ વાત ગળેના ઉતરતા આસપાસના વિસ્તારમાં રિક્ષાની શોધખોળ કરી હતી. પરંતુ રિક્ષા મળી આવી ના હતી. અંતે તેમણે પોલીસને આ બાબતની જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર