અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી શહેરમાં (Ahmedabad) કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરડી હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં બેગની ઉઠાંતરી, ચોરી જેવા અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે નારણપુરા વિસ્તારમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. યુવક એક્સેસ પર તેની બેગ મૂકીને નજીકની દુકાનમાં પાણીની બોટલ લેવા ગયો ને ગઠિયો બેગ લઈને ફરાર થઈ ગયો છે. બાદમાં બેગમાં રહેલા ક્રેડિટ કાર્ડથી ખરીદી પણ કરી લીધી.
ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા નિસર્ગ બ્રહ્મભટ્ટ ગત 8મી માર્ચે બપોરના અઢીથી ત્રણ વાગ્યાની આસપાસ નવરંગ સ્કુલના ગેટ પાસે તેમની એક્સેસ વાહન પાર્ક કરીને બેઠા હતા. એક્સેસના આગળના ભાગે તેમણે તેમની બેગ મૂકી હતી. થોડીવાર બાદ તેઓ બેગ ત્યાં જ મૂકીને પાણીની બોટલ લેવા માટે ગયા હતા. જોકે, બોટલ લઇને પરત આવ્યા ત્યારે જોયું તો બેગ ગાયબ હતી. જેમાં રૂપિયા 5 હજાર રોકડા, 140 અમેરિકન ડોલર, અને ત્રણ ક્રેડિટ કાર્ડ હતા. જે ચોરી અંગે તેઓએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.
પરંતુ ચોરી થયેલા ક્રેડિટ કાર્ડમાંથી ગઠીયાએ એસબીઆઇના કાર્ડનો ઉપયોગ કરીને 15મી માર્ચે ઓઢવમાં આવેલી એક મોબાઈલ શોપમાંથી રૂપિયા 3700ની ખરીદી કરી હતી. જે દુકાનદરનો સંપર્ક નંબર મેળવી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વિવેક ભરખડા નામના વ્યક્તિએ બ્લૂ ટૂથ અને ઇયરપલ્ગની ખરીદી કરેલ છે. જે અંગે તેઓએ પોલીસને જાણ કરતા પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરમાં છેતરપિંડીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ફરિયાદીના આધારકાર્ડ પાનકાર્ડ સહિતના દસ્તાવેજોનો ઉપયોગ કરીને પ્રથમ તો તેના નામે બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું અને ત્યારબાદ લોન લઈને ટુ વ્હીલરની ખરીદી કરી લીધી. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ પરમારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે કેટલાક દિવસ અગાઉ તેઓના ઘરે icici બેન્કમાંથી કલેક્શન માટે બે વ્યક્તિઓ આવ્યા હતા. તેમણે ફરિયાદીને જણાવ્યું હતું કે, તમે icici બેન્કમાંથી લોન લીધેલ છે અને તેના હપ્તા ન ભરતા અમે બાકી લોન ના નાણા ની ઉઘરાણી માટે આવ્યા છીએ. (આ અંગે વધુ વાંચવા અહીં ક્લિક કરો)
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર