અમદાવાદ : ક્યારેક કોઈના પર મૂકેલો ભરોસો ભારે પડી શકે છે. આવો એક બનાવ શહેરના ગીતા મંદિર નજીક આવેલી હોટલમાં બન્યો છે. મૂળ ભાવનગરના મોમીન ગાહાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે, 24મી ઓગસ્ટના દિવસે તેઓ ભાવનગરથી અમદાવાદ આવ્યા હતા. અહી ગીતા મંદિર નજીક આવેલી ન્યૂ સહયોગ ડોરમેટરીમાં રોકાયા હતા. અહી તેઓ ગાડી લોકલ વર્ધીમાં ફેરવતા હતા. ત્યાં તેમના થોડા દિવસથી બનેલો મિત્ર ગાડી લઇને ફરાર થવાની પોલીસ ફરિયાદ નોંધી છે.
ગાડી વ્યવસ્થિત પાર્ક કરવા ચાલી લીધી
ફરિયાદીએ 30 ઓગસ્ટના દિવસે ગાડી તેમને રાયપુર ભૂતની આંબલી પાસે પાર્ક કરી હતી. જોકે, રાત્રિમાં આઠ વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ વરસતા તેમની જ ડોરમેટરીમાં રોકાયેલ યોગેન્દ્ર કુમાર સોલંકીએ તેમની ગાડી વ્યવસ્થિત પાર્ક કરવા માટે ચાવી માંગી હતી. જોકે, છેલ્લા બે ત્રણ દિવસથી હોટલમાં સાથે ચા નાસ્તો કરતા હોવાથી મિત્ર માની ને ફરિયાદી એ ચાવી આપી હતી.
સીસીટીવીમાં ખૂલ્યો રાઝ
જોકે, યોગેન્દ્રએ ગાડી વ્યવસ્થિત પાર્ક કર્યા બાદ ફરિયાદીને ચાવી પણ પરત કરી દીધી હતી. બાદમાં બંને જણ જમવા માટે સાથે બેઠા હતા. પરંતુ યોગેન્દ્ર ફટાફટ જમીને બહાર જતો રહ્યો હતો. જ્યારે ફરિયાદી જમી લેતા ગાડી ડોરમેટરીના ગેટ પાસે પાર્ક કરવા માટે ચાવી લેવા માટે ગયો હતો. જોકે, ફરિયાદીએ જ્યાં ચાવી મૂકી હતી ત્યાં ચાવી મળી ના આવતા તે ગાડી પાસે ગયો હતો. ગાડી પણ ત્યાં મળી આવી ના હતી. જેથી તેમને ડોરમેટરીના સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે, જ્યારે ફરિયાદી જમીને હાથ ધોવા માટે ગયા તે સમયે યોગેન્દ્ર ચાવી લઇ ને ત્યાંથી નીકળી જાય છે.
ગાડી લઇને ફરાર થયા બાદ મોબાઇલ પણ બંધ કર્યો
ફરિયાદી એ યોગેન્દ્ર નામના વ્યક્તિ એ આપેલ ડોક્યુમેન્ટ ના સરનામા પર તપાસ કરતા તે મળી આવ્યો ના હતો. અને તેનો મોબાઈલ પણ બંધ આવતો હોવાથી તેને સમગ્ર ઘટના ની જાણ પોલીસ ને કરી હતી. હાલ માં પોલીસ એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.