Home /News /gujarat /ગુજરાતમાં આજથી આંશિક લૉકડાઉનમાં થોડી વધારે છૂટછાટ, જાણો શું ખૂલશે અને શું રહેશે હજી બંધ

ગુજરાતમાં આજથી આંશિક લૉકડાઉનમાં થોડી વધારે છૂટછાટ, જાણો શું ખૂલશે અને શું રહેશે હજી બંધ

પ્રતીકાત્મક તસવીર - shutterstock

સરકારની એસઓપી (SOP) સાથે જ આ છૂટછાટને માણવી આપણા માટે હિતાવહ છે.

  ગુજરાતમાં (Gujarat) આજથી એટલે 7મી જૂનથી (7th June) કોરોના વાયરસને (coronavirus) કારણે લાદેલા આંશિક લૉકડાઉનમાં (lockdown) થોડી છૂટછાટ આપવામાં આવી છે. જેના કારણે ગુજરાતીઓને વધારે સંભાળવું પડશે. થોડી પણ બેદરકારી કે ગફલત ફરીથી મોટી મુશ્કેલીમાં મુકી શકે છે. જેના કારણે સરકારની એસઓપી (SOP) સાથે જ આ છૂટછાટને માણવી આપણા માટે હિતાવહ છે. નોંધનીય છે કે, કોરોના સંક્રમણનાં આંકડા ઘટતા આ નિર્ણય લેવામાં આવ્યાં છે.

  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું હતું, તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ સવારના 9થી રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે. જ્યારે ટેક અવે સુવિધા રાતના 9 વાગ્યા સુધી જ ચાલુ રહેશે.

  આજથી શું ખૂલશે?

  • આજથી રાજ્યની તમામ શાળાઓ શરૂ થશે જેમાં 100 ટકા કર્મચારીઓની હાજરી રહેશે. જોકે, વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવામાં આવશે. કોઇપણ વિદ્યાર્થીને શાળાએ ન બોલાવવા રાજ્ય સરકારે આદેશ આપ્યા છે.

  • આ સાથે આજથી સરકારી તેમજ ખાનગી કચેરીઓ 100 ટકા કર્મચારીઓને બોલાવી શકશે.

  • રાજ્યમાં એસટી, સીટી બસ 50 ટકા પેસેન્જર સાથે શરૂ થશે જેમાં તમામે માસ્ક પહેરવું અનિવાર્ય છે.

  • આ ઉપરાંત આજથી તમામ પ્રકારના ધંધા સવારે 9થી સાંજે 6 સુધી ચાલુ રખાશે.


  વડોદરા: પત્નીનાં પ્રેમીને પકડવા પતિએ બનાવ્યો એવો પ્લાન કે દંપતીને રાતા પાણીએ રડવું પડ્યું

  શું હજી બંધ રહેશે?

  • આ છૂટછાટમાં હજી મંદિરોમાં ભક્તોને આવવાની મંજૂરી આપવામાં આવી નથી. મંદિર સહિતના ધાર્મિક સ્થાનો બંધ રહેશે. મંદિરમાં માત્ર પૂજારી પૂજાવિધિ કરી શકશે.

  • કોઇપણ પ્રકારના રાજકીય-સામાજિક કાર્યક્રમો નહીં યોજાય.

  • ​​​​સ્વિમીંગ પુલ,જિમ, કોચિંગ કલાસ, સિનેમા થિયેટરો, ઓડિટોરીયમ, વોટર પાર્ક, બાગ-બગીચા,મનોરંજક સ્થળો, સ્પા બંધ રહેશે.


  સુરત: 17 વર્ષનાં ફૂટબોલ ખેલાડીને કોરોનાકાળમાં દિલ્હી મેચ રમવા જવાની ના પાડતા ખાધો ગળેફાંસો

  એએમટીએસ-બીઆરટીએસ નિયમો સાથે શરૂ થશે

  આજથી અમદાવાદમાં 50 ટકા મુસાફરો સાથે એએમટીએસ અને બીઆરટીએસ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત હાલમાં 50 ટકા બસો રસ્તા ઉપર દોડાવવામાં આવશે. સવારે છ વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી એએમટીએસ અને બીઆરટીએસ બસ કાર્યરત રહેશે. બસમાં મુસાફરી કરનાર તમામ વ્યક્તિઓએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે.
  " isDesktop="true" id="1102795" >

  તેમજ કોઇપણ વ્યક્તિ થૂંકતા કે માસ્ક વગર પકડાશે તો 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. તેમજ બસના દરેક કર્મચારીને ફરજ ઉપર હાજર કરતાં પહેલાં શરદી, ખાંસી, તાવ માટેનું ચેકિંગ કરવામાં આવશે. થર્મલગનથી શરીરનું ટેમ્પરેચર તપાસવામાં આવશે. જો તે યોગ્ય જણાશે તો જ તેને ફરજ ઉપર ગોઠવવામાં આવશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Coronavirus, Lockdown, Relaxation, Schoo, અમદાવાદ, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन