અમદાવાદમાં ઇન્જેક્શનની કાળા બજારી, હવે બાંગ્લાદેશના ઈન્જેક્શનના જથ્થા સાથે યુવક પકડાયો

અમદાવાદમાં ઇન્જેક્શનની કાળા બજારી, હવે બાંગ્લાદેશના ઈન્જેક્શનના જથ્થા સાથે યુવક પકડાયો
બાતમીના આધારે પોલીસે ચાંદખેડાના  આશ્રય સિરિનમાં રહેતા રાહુલ પટેલની ધરપકડ કરી હતી.

બાતમીના આધારે પોલીસે ચાંદખેડાના  આશ્રય સિરિનમાં રહેતા રાહુલ પટેલની ધરપકડ કરી હતી.

  • Share this:
અમદાવાદ: રાજ્યભરમાંથી એક બાદ એક રેમડેસીવીરના કાળા બજારનો પર્દાફાશ થઈ રહ્યો છે. તાજેતરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાત આરોપીને પકડયા અને બાદમાં મોરબી પોલીસે ઓપરેશન હાથ ધરી આરોપીઓની લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. તેમાંય ક્રાઇમ બ્રાન્ચે ઇન્જેક્શનના જથ્થા સાથે પકડેલા આરોપીઓની હજુ તપાસ ચાલુ છે. ત્યાં વધુ એક આરોપી ઇન્જેક્શનના કાળા બજાર કરતા ઝડપાઇ ગયો છે. ત્યારે હવે શહેરના ઝોન 2 ડીસીપીની સ્કવોડએ ચાંદખેડા તપોવન સર્કલ પાસે બાંગ્લાદેશના રેમડેસિવીર ઇન્જેક્શન બ્લેકમાં એટલે કે 5 હજારમાં વેચાણ કરવા આવેલા શખ્સની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને 2.90 લાખના 58 નંગ ઇન્જેક્શન સહિત 3.64 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી પાલડીના વોન્ટેડ શખશની શોધખોળ હાથ ધરી છે.

ચાંદખેડા તપોવન સર્કલ પાસે એક શખ્સ બાંગ્લાદેશના રેમડેસીવીર ઇન્જેક્શન બ્લેકમાં વેચાણ કરવાનો  હોવાની માહિતી ઝોન 2 ડીસીપી વિજય પટેલની સ્કવોડને મળી હતી. બાતમીના આધારે પોલીસે ચાંદખેડાના  આશ્રય સિરિનમાં રહેતા રાહુલ પટેલની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી પોલીસે 58 નંગ બાંગ્લાદેશના રેમડેસિવીર ઇન્જેક્શન કબ્જે કર્યા હતા.અમદાવાદ: પ્રેમલગ્ન બાદ જાણ થઇ કે, પતિને પહેલેથી જ પત્ની-બાળકો છે, બબાલ થતા મહિલા પર રેડ્યું જ્વલનશીલ પ્રવાહી

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, ઇન્જેક્શન પર પ્રતિબંધ હોવા છતાં બ્લેકમાં વેચાણ કરાતા હતા. આરોપીઓ બાંગ્લાદેશના રેમડેસીવીર ઇન્જેક્શન 5 હજારમાં વેચાણ કરતા હતા. આ બાંગ્લાદેશના રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો આરોપીએ તેના મિત્ર રાહુલ ઝવેરી પાસેથી લાવ્યો હતો. આરોપી ગઈ કાલે જ આ જથ્થો લાવ્યો હતો. ત્યા ઝોન 2 ડીસીપીની સ્કવૉડે આરોપીને ઝડપી પાડી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આરોપીને ચાંદખેડા પોલીસના હવાલે કરી વધુ તપાસ શરૂ કરી છે.

કોરોનાથી એકના એક લાડકવાયા દીકરાનું નિધન, ગુજરાતી દંપતીએ દર્દીઓની સેવા કરવા 15 લાખની FD તોડાવીઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાંચે પકડેલા આરોપીઓની પ્રાથમિક તપાસમમાં એક પણ વ્યક્તિના મોતના સમાચાર સામે નથી આવ્યા. જેણે આ ઈન્જેક્શન લીધા છે. તેમ છતાં તમામ ઈન્જેક્શન લેનારા લોકોની માહિતી પોલીસે એકઠી કરવામાં આવી રહી છે. સાથે સાથે રાયપુરની જે દુકાનમાં ઈન્જેક્શનના લેબલ છપાતા હતા. ત્યાથી વધુ 2500 જેટલા સ્ટિકર કબ્જે કર્યા છે. જે અગે પણ પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે પોલીસ તપાસમાં શુ સામે આવે છે તે જોવુ મહત્વનુ છે.
Published by:Kaushal Pancholi
First published:May 02, 2021, 07:03 am

ટૉપ ન્યૂઝ