અમદાવાદમાં કોરોનાની સાથે મ્યુકોરમાઇકોસિસનાં કેસમાં પણ ઘટાડો, બે મહિનામાં 984 દર્દીઓની થઇ સારવાર

અમદાવાદમાં કોરોનાની સાથે મ્યુકોરમાઇકોસિસનાં કેસમાં પણ ઘટાડો, બે મહિનામાં 984 દર્દીઓની થઇ સારવાર
પ્રતીકાત્મક તસવીર

કોરની સારવારમાં વપરાતા એમ્ફોટેરિસિન લાયફોસોમલ ઇન્જેક્શનના વિતરણ માટે સિવિલ દ્વારા હવે નિષ્ણાત તબીબોની સમિતિ રચવામાં આવી છે.

  • Share this:
    અમદાવાદમાં (Ahmedabad) કોરોનાવાયરસનાં (coronavirus) સંક્રમણનાં કેસની સાથે સાથે મ્યુકોરમાઇકોસિસના (Mucormycosis) કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલમાં (Civil Hospital) છેલ્લાં 67 દિવસમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 984 દર્દીઓ દાખલ થયા હતા. જેમાંથી 551 દર્દીઓના શરીરમાં ફૂગ ગંભીર રીતે પ્રસરી ચૂકી હોવાથી તેમની સર્જરી કરવામાં આવી હતી. અત્યારે સિવિલમાં મ્યુકોરમાઇકોસિસિના પહેલા કરતા ઓછા દર્દીઓ નોંધાઇ રહ્યાં છે. છેલ્લાં 10 દિવસમાં નવાં દાખલ થતાં કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.

    551 દર્દીઓની સર્જરી કરવી પડી



    સિવિલમાં જે 551 દર્દીઓની સર્જરી કરવામાં આવી તેમાંથી આશરે 12 દર્દીઓની આંખ કાઢી નાંખવી પડી છે. મ્યુકોરની સારવારમાં વપરાતા એમ્ફોટેરિસિન લાયફોસોમલ ઇન્જેક્શનના વિતરણ માટે સિવિલ દ્વારા હવે નિષ્ણાત તબીબોની સમિતિ રચવામાં આવી છે. આ ઉપરાંત આ ઇન્જેક્શન અમદાવાદ શહેરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓને પણ નક્કી કરેલી પ્રક્રિયા દ્વારા પુરા પાડવામાં આવે છે. દર્દીની શારીરિક જરૂરિયાત, ફૂગનો ચેપ અને બ્લડ રિપોર્ટના વિવિધ માપદંડોના આધારે ઇન્જેક્શન અંગે નિર્ણય કરવામાં આવે છે.

    રાજકોટ: 20 દિવસની બાળકીએ કોરોનાને આપી મ્હાત, ડી-ડાઈમર પહોંચ્યું હતું 1000ની ઉપર

    સારવારનો ખર્ચ ઓછો થશે

    બ્લેક ફંગસની સારવારમાં થનારા એન્ટી ફંગસ ઈન્ફેક્શનના ખર્ચને લઈને લોકો હેરાન થઇ રહ્યાં છે. હવે આવા દર્દીઓ અને તેમના પરિવાર માટે રાહતના સમાચાર એ છે કે, ડોક્ટરોએ એક એવી રીત શોધી છે જેનાથી ખર્ચ બે ગણો ઓછો થઈ શકે છે. કોરોના બાદ બ્લેક ફંગસ સામે લડી રહેલા દર્દીઓની સારવારના એક દિવસનો ખર્ચ લગભગ 35 હજાર રુપિયા છે. જે ઓછો થઈને ફક્ત 350 રુપિયા થઇ શકે છે. ડોક્ટરે સારવારની જે રીત શોધી છે તેમાં સાવધાનીથી દર્દીના બ્લડને ક્રિએટિનિન લેવલ પર નજર કરવાની છે. જે બાદ ઘણો ખર્ચ ઓછો થઈ જશે.

    મ્યુકોરમાઇકોસિસમાં કેમ આંખો કાઢવામાં આવે છે? ફંગલ ઇન્ફેક્શ શું છે? સુરતમાં વધી રહ્યાં છે આ કેસ

    દિલ્હી સ્થિત AIIMSના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ આ રોગ કોને થઇ શકે છે તે અંગે મહત્ત્વની વાત કરી હતી. તેમાંથી ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો નીચે પ્રમાણે છે.

    1. જે દર્દીઓને સ્ટેરોઈડ્સ આપવામાં આવ્યું છે, તેમને બ્લેક ફંગસનો ખતરો વધુ છે.

    2. સ્ટેરોઈડ્સના વધારે ડોઝ આપવાના કારણે દર્દીમાં બ્લેક ફંગસનો ખતરો વધી જાય છે. એવામાં લોહીમાં સુગરનું પ્રમાણ વધી જાય છે, જે હાઈ બ્લડ સુગરના રુપમાં સામે આવે છે.



    3. જો લાંબા સમય સુધી કોઈ દર્દીને સ્ટેરોઈડ્સ આપવામાં આવે તો તે પણ ફ્લેગ ફંગસના લપેટમાં આવી શકે છે.
    Published by:Kaushal Pancholi
    First published:June 08, 2021, 08:18 am