Home /News /gujarat /

અમદાવાદમાં કપુરનો ભાવ આસમાને! પણ માનવતા હજુ જીવંત, ઉત્પાદક કોરોના દર્દીને મફતમાં મોકલે છે કપૂર

અમદાવાદમાં કપુરનો ભાવ આસમાને! પણ માનવતા હજુ જીવંત, ઉત્પાદક કોરોના દર્દીને મફતમાં મોકલે છે કપૂર

કપૂર

એપ્રિલ મહિનામાં સૌથી વધુ કેસ સામે આવતાં હાલ ફેક્ટરીમાં 3 શિફટમાં કર્મચારીઓ કામ કરતાં થયાં છે.

કોરોના વાયરસના (Coronavirus) સમયમાં કપુર (Camphor) બની મોંધુ  થયું છે. એક સમયે 600 રુપિયાનું કિલો વેચાતું કપુર હવે 1200 રુપિયા કિલો વેચાઈ છે. કોરોનાકાળમાં માત્ર કપૂર જ નહીં પરંતુ અજમાના (ajwain) પણ ભાવ આસમાને પહોંચી ગયા છે. ગત વર્ષ કરતાં કોરોના લહેર આ વખતે વધારે ઘાતક છે ત્યારે કપૂર અને અજમાના વધેલા ભાવ લોકોને પરેશાન કરે છે. અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં આવેલી નીવ ઈન્ટરનેશનલ નામની આ એક જ એવી જગ્યા છે, જયાં કપૂર બનાવવાની ફેક્ટરી આવેલી છે.  અમદાવાદમાં માત્ર એક જ ફેકટરીમાં કપૂર બને છે. અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં આવેલી નીવ ઈન્ટરનેશનલ નામની કંપની વર્ષોથી કપૂરનું ઉત્પાદન કરે છે. એપ્રિલ મહિનામાં સૌથી વધુ કેસ સામે આવતાં હાલ ફેક્ટરીમાં 3 શિફટમાં કર્મચારીઓ કામ કરતાં થયાં છે.

આ અંગે વાતચીત કરતા ચિરાગભાઈનું કહેવું છે કે હાલ કપુરનું ઉત્પાદન સૌથી વધારે જરુરી છે. કારણ કે, કોરોના વાયરસમાં હાલ સૌથી વધારે કેસ છે. જેમાં કપૂરુ જ કારગર સાબિત થઈ રહ્યું છે. હાલ 450 ટનની માંગ સામે માંડ 150 ટન ઉત્પાદન કરવામાં આવે છે. જે માટે તેઓ વધારે મશીન મુકીને માંગને પહોંચી વળવા માટે કામ કરવાના છે.

MRP કરતાં વધારે પૈસા લઈને દુકાનદારોને માલ વેચે છે.

બજારમાં એમઆરપી કરતાં પણ વધારે પૈસા લઈને કેટલાંક રિટેલર્સ કપુર આપવાના નામે કોરોના દર્દીના પરિવારને લુંટી રહયા છે. આ વાત ખુદ ઉત્પાદકો સ્વીકારે છે. જેમને ઘણાં લોકો ફરિયાદ કરે છે કે, તેમની કંપનીનો માલ બજારમાં દુકાનદારો 3 ગણાં ભાવે વેચે છે.  જેને લઈને ઉત્પાદક ચિરાગભાઈ દ્રારા કોરોના પોઝિટિવ દર્દીને ઘરે ધરે કપૂરુનું પાર્સલ મોકલાવીને માનદ સેવા કરી રહ્યા છે. હાલ તો સામાન્ય લોકો પણ સુરક્ષિત રહેવા માટે કપૂર ખરીદી કરે છે. આવામાં કેટલાંક નફાખોરો કપૂરના ભાવ વધારી તકવાદી બની ગયા છે.

બીજી તરફ ગુજરાત બહાર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી કપુરનો મોટો જથ્થો ગુજરાત આવે છે. પણ લોકડાઉનની અસરને પગલે પુરતો માલ આવી શકતો નથી. કપૂર બનાવાવા માટે કપૂરનાં ઝાડમાંથી બનાવાતાં રો મટરીટીલ યુપીના બરેલી અને ચેન્નાઈ પાસેથી આવે છે.સ જેને કારણે કોરોના વાયરસમાં જે કપૂર અત્યાર સુધી  અઢીસો ગ્રામના 150 રુપિયા વેચાતુ હતું. તેનાં 350થી 450 ભાવ બોલાય છે. આ અંગે માધુપુરા માર્કેટનાં અશોક કાનાણી જણાવે છે કે, લોકડાઉનની અસર કપૂરના ભાવ વધારે જોવા મળી છે.

કોરોના: 'શ્વાસ' બચાવવાની લડાઈમાં સંજીવની બની શકે છે ઝાયડસની 'વિરાફિન' દવા, જાણો

અજમાનો ભાવ વધારો

કપૂર બાદ અજમાની જો વાત કરીએ તો, અજમો પણ મોંઘો બની ગયો છે. મસાલા ભરવાની સિઝનમાં ઉંઝાથી અમદાવાદ આવતો અજમો મોંઘો બન્યો છે. જે અજમો 30થી 35 ટકા ભાવ વધ્યા છે. ગયા વર્ષે 140થી 150નો ભાવ હતો. જે આ વર્ષે 220 રુપિયે કિલો વેચાઈ છે. જયારે દુકાનમાં 10 ટકા ભાવ વધારીને વેચાઈ છે. આ અંગે અજમાના હોલસેલર વિક્રમભાઈનું કહેવું છે કે, હાલ અજમાનું વેચાણ સૌથી વધારે થઈ રહ્યું છે. લોકો કોરોનામાં દવા સ્વરુપે હાલ અજમાને સ્થાન આપે છે. જેને કારણે દુકાનોમાં અજમો વધારે વેચાઈ છે.

રાજકોટ: 'બાળક Corona પોઝિટિવ, પેટ ફૂલી રહ્યું હતું, તત્કાલિક ઓપરેશનની જરૂર', ડોક્ટર્સે જીવના જોખમે નવજીવન આપ્યું

હોલસેલ માર્કેટમાં પણ અજમો ઝડપથી હાલ વેચાઈ રહ્યો છે. જેટલી અન્ય વસ્તુઓ નથી વેચાતી એટલો અજમો વેચાઈ છે. આ સ્થિતિ માત્ર અમદાવાદની નથી સમગ્ર ગુજરાતની છે. કોરોના વાયરસને કારણે અજમા અને કપૂરની સૌથી વધુ માંગ વચ્ચે ઉત્પાદકો માંગને પહોંચી વળવા સતત પ્રયાસ કરે છે. જ્યારે દુકાનના વેપારીઓ ગ્રાહક પાસેથી વધારે ભાવ લઈને લૂંટી રહ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Ajwain, Camphor, Coronavirus, Price Hike, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર