અમદાવાદ : આગામી ૮ જાન્યુઆરીથી ફ્લાવર શો ૨૦૨૨નું આયોજન અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે . પરંતુ આ ફલાવર શો પર ગ્રહણ લાગે તો નવાઇ નહી . ચાંદખેડાના કોંગ્રેસ મહિલા કાઉન્સિલર રાજશ્રી કેસરીએ હાઇકોર્ટમાં પીટીસીશન દાખલ કરી છે .
ચાંદખેડાના મહિલા કોંગ્રેસ કાઉન્સિલર રાજશ્રી કેસરીએ હાઇકોર્ટમા અરજી કરતા જણાવ્યુ છે કે ફલાવર શોમાં કોવિડ ગાઇડ લાઇન પાલન શક્ય નથી. એક તરફ સરકાર કહ્યું છે કે જાહેર સમારોહમા ૪૦૦ થી વધુ લોકો એકત્ર થઇ શકશે નહી . ત્યારે અહીં દર કલાકે ૪૦૦ લોકોને પ્રવેશ અપાશે . તેમજ ૪૦૦ લોકો સાથે એએમસી સ્ટાફ પણ ખડેપગે રહેશે . જેથી ૪૦૦ લોકોના નિયમનું ઉલ્લંઘન થશે . એક તરફ અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે . ત્યારે ટોળા ભેગા કરી ભાજપ કોરોના સંક્રમણ વધારી રહી છે. જો અમદાવાદમા સંક્રમણ વધશે તો તેની જવાબદારી ભાજપ સાશકો લેશે ખરા? અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે . ત્યારે અહીં હજારો લોકોને એકત્ર કરી સરકાર જાહેર કરાયેલ ગાઇડલાઇનનુ ઉલ્લંઘન થશે .
અમદાવાદ મહાનગર પાલિકાએ લીધા નિર્ણય મુજબ અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર કોરોના ગાઇડલાઇન સાથે ફલાવર શો -૨૦૨૨ નું આયોજન થશે . અમદાવાદ મહાનગર પાલિકાએ ફલાવર શો માટે ટિકીટના દર પણ નક્કી કર્યા છે. તેમજ ઓનલાઇન ટિકીટ થી બુકીંગ થશે . દર એક કલાકે ૪૦૦લોકોને પ્રવેશ મળશે.
અમદાવાદ શહેરમાં 8 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી વચ્ચે ૧૫ દિવસ માટે ફ્લાવર શો યોજાશે. કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે ઉજવવા માટે મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ફલાવર શોના ટિકીટ દર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ૧૨ વર્ષથી નીચેના બાળકો ની ટિકિટ 30 રૂપિયા રહેશે તો સાથે સિનિયર સિટીઝન માટે પણ ૩૦ રૂપિયાની ટીકીટ રાખવામાં આવી છે. તો 13 વર્ષ થી ઉપર અને ૬૫ વર્ષથી નીચેના લોકોની ટિકિટ 50 રૂપિયા રહેશે. શનિવાર અને રવિવારના રોજ ટિકીટ દરમાં ભાવ અલગ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં આશરે ૧૨વર્ષથી નીચેના બાળકોની ટિકિટ 50 રૂપિયા સાથે સિનિયર સિટીઝનોને ૫૦ રૂપિયા રહેશે. તો શનિ-રવિમાં 13 વર્ષથી ઉપર અને ૬૫ વર્ષથી નીચેના લોકોની ટિકિટ દર ૧૦૦ રૂપિયા રહેશે.
ફલાવર શો સવારે ૯ વાગ્યાથી રાત્રે ૮ સુધી ફ્લાવર શો ઓપન રહેશે. .પંદર દિવસ માટે ફ્લાવર શો યોજાશે ફ્લાવર શોની મુખ્ય થીમ આરોગ્યની છે. જેમાં 15 જેટલા કલ્સર બનાવવામાં આવશે.ધન્વંતરી, યોગ સહિતના આરોગ્યને લગતા મેસેજ આપતા સ્કલ્પચર બનાવવામાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર