વાહન માલિકો કરે તો શું? બીએસ 6 કારમાં CNGને માન્યતા નથી અને પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને

વાહન માલિકો કરે તો શું? બીએસ 6 કારમાં CNGને માન્યતા નથી અને પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને
બીએસ 6 વાહન તો લોકો ખરીદી રહ્યા છે. પરંતુ વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવને કારણે વાહન માલિકો સીએનજી કીટ ફિટ કરાવવા તરફ વળ્યા છે. પરંતુ બીએસ 6 કારમાં સીએનજી કીટ ફિટ કરાવવાની માન્યતા મળી નથી.

બીએસ 6 વાહન તો લોકો ખરીદી રહ્યા છે. પરંતુ વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવને કારણે વાહન માલિકો સીએનજી કીટ ફિટ કરાવવા તરફ વળ્યા છે. પરંતુ બીએસ 6 કારમાં સીએનજી કીટ ફિટ કરાવવાની માન્યતા મળી નથી.

  • Share this:
હવામાં પ્રદુષણની માત્ર વધી રહી છે અને પ્રદુષણ ઘટે તે માટે કરોડો રૂપોયાનો ખર્ચ કરવામાં આવે છે. વાહનો ઝેર ઓકી રહ્યા છે. ત્યારે સીએનજી અને ઇલેક્ટ્રિક વાહનો રોડ પર વધારે દોડે તેવો પ્રયાસ થઇ રહ્યો છે. જેના કારણે વાહનોમાંથી નીકળતું પ્રદુષણ ઓછું થાય અને હવા શુધ્ધ બને. સાથે બીએસ 4 બાદ બીએસ 6 આવી ગયા છે અને બીએસ 6 વાહનમાં પ્રદુષણનું પ્રમાણ ઘટી ગયું છે.

બીએસ 6 વાહન તો લોકો ખરીદી રહ્યા છે. પરંતુ વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવને કારણે વાહન માલિકો સીએનજી કીટ ફિટ કરાવવા તરફ વળ્યા છે. પરંતુ બીએસ 6 કારમાં સીએનજી કીટ ફિટ કરાવવાની માન્યતા મળી નથી. એટલે બીએસ 6 કાર ખરીદનાર વાહન માલિકો મુંઝવણમાં મુકાય છે. કાર બહાર લઈ જાય તો પેટ્રોલ ડીઝલના ભાવ પોસાય તેવા નથી અને બીજી તરફ સીએનજી કીટ ફિટ કરાવવાની માન્યતા નથી.



કોરોનાના વધતા ફફડાટ વચ્ચે સુરતમાં સાત વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, તંત્ર દોડતું થયું

નવા કોઈપણ વાહન આવે તેમાં ફેરફાર કરવા માટેની મંજૂરી લેવી પડે છે. તેવી રીતે સીએનજી ફિટ મેન્ટ સેન્ટરે બીએસ 6 કારમાં સીએનજી કીટ ફિટ કરાવવા માટે મંજૂરી ઓટોમેટિક રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા પાસેથી લેવી પડે છે. જોકે, સીએનજી ફિટ મેન્ટ સેન્ટરે મંજૂરી લીધી નથી. જેના કારણે સીએનજી કીટ લગાવી ન શકે.

મૂળ સૌરાષ્ટ્રના હીરા દલાલના ઉઠામણની ચર્ચા, સુરતના અનેક વેપારીઓના કરોડો રૂપિયા સલવાયા

આરટીઓના નિયમ પ્રમાણે વાહનમાં ફેરફાર કરવા હોય તો મંજૂરી જરૂરી છે. પરંતુ બીએસ 6માં કારમાં cng ને કીટ ફિટ કરવા માન્યતા મળી નથી. જોકે કોઈ વાહન માલિક મંજૂરી વગર ફેરફાર કરે તો અકસ્માત અથવા ચેકીંગ દરમિયાન ધ્યાનમાં આવે તો કાર પણ જપ્ત થઈ શકે છે અને અકસ્માત થાય તો ક્લેમ પાસ થતો નથી.
Published by:Kaushal Pancholi
First published:March 04, 2021, 12:39 pm

ટૉપ ન્યૂઝ