અમદાવાદ: જો કોઈ રિક્ષામાં બેસીને મુસાફરી તમારી પાસે આવે છે અને સરનામું પૂછે છે તો જરા સાવધાન રહેજો. ક્યાંક સરનામું બતાવવું તમને ભારે પાડી શકે છે. કારણ કે, અત્યાર સુધીમાં પૂરપાટ ઝડપે બાઈક પર ધૂમ સ્ટાઈલમાં આવીને રાહદારીના ચેઇન સ્નેચિંગ થાય હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. જોકે, હવે તો રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં આવેલા ગઠિયાઓ સરનામું પૂછવાના બહાને ચેઇન સ્નેચિંગ (Chain snatching) કરી પલાયન થઈ ગયા હોવાનો બનાવ શહેરના (Ahmedabad) ઓઢવ વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે.
ઓઢવ વિસ્તારમાં રહેતા નટવરભાઈ પટેલે પોલીસ ફરિયાદ આપો છે કે, ગઈકાલે તેઓ suryam eleganceના ગેટ પાસે ઊભા હતા ત્યારે એક રિક્ષા ચાલક તેમની નજીક આવ્યો હતો અને રીક્ષાની પાછળની સીટમાં બેઠેલા વ્યક્તિએ પૂછ્યું હતું કે, અંબે માતાનું મંદિર ક્યાં આવેલું છે. જેથી ફરિયાદી તેઓને ખબર ન હોવાનું કહ્યું હતું. જેથી આ ગઠિયાઓએ ફરિયાદીને આસપાસના વિસ્તાર પૂછીને વાતોમાં પોરવી દીધા હતા અને તક મળતા જ ફરિયાદીનો ચેન ખેંચીને ફરાર થઈ ગયા હતા.
જે બાદ ફરિયાદીએ બૂમો પાડીને આસપાસના લોકોને જાણ કરતા લોકો એકઠા થઇ ગયા હતા અને રિક્ષા ચાલકની શોધખોળ પણ કરી હતી. પરંતુ તે રિક્ષા કે અંદર બેઠેલા મળી આવ્યા ન હતા અને અંતે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
કેટલાક મહિના અગાઉ આ રીતે કારમાં આવીને નાગાબાવાનો વેશ ધારણ કરી વહેલી સવારે સરનામું પૂછવાના બહાને ચેઇન સ્નેચિંગ કરતી ટોળકીનો આતંક સામે આવ્યો હતો. ત્યારે હવે રિક્ષામાં બેસીને લોકોને સરનામું પૂછવા આવે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર