Home /News /gujarat /Gujarat board Exam: સરખા નામવાળી બે સ્કૂલના કારણે ધોરણ 12ની વિધાર્થિની પરીક્ષામાં અટવાઇ, જાણો પછી શું થયું?

Gujarat board Exam: સરખા નામવાળી બે સ્કૂલના કારણે ધોરણ 12ની વિધાર્થિની પરીક્ષામાં અટવાઇ, જાણો પછી શું થયું?

શિક્ષક દ્વારા ચલાવવામાં આવતી હેલ્પલાઇનના કારણે આ વિધાર્થીની પરીક્ષા બગડતા બચી ગઈ હતી. (પ્રતીકાત્મક તસવીર)

Gujarat Education: ભાજપ શિક્ષણ સેલના હેલ્પલાઈનના શિક્ષક હાર્દિક શાહે વિધાર્થીનીને યોગ્ય સેન્ટર પર પહોંચાડી

અમદાવાદ: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા (GSEB Board Exam) ચાલી રહી છે ત્યારે શહેરના (Ahmedabad news) નિર્ણયનગર વિસ્તારમાં એક જ નામવાળી બે સ્કૂલ હોવાના કારણે ધોરણ 12ની વિધાર્થિની પરીક્ષા સેન્ટરને લઈ અટવાઈ હતી. પરીક્ષા આપવા પહોંચ્યા બાદ વિધાર્થિનીને આ પરીક્ષા સેન્ટર તેનું નથી તેવો ખ્યાલ આવતા વિધાર્થિની ગભરાઈ ગઈ હતી. જોકે, નિર્ણય નગર વિસ્તારમાં હેલ્પલાઇન ચલાવતા ભાજપ શિક્ષણ સેલના શિક્ષકે વિધાર્થિનીને યોગ્ય સેન્ટર પર પહોંચાડતા હાશકારો થયો હતો અને શાંતિપૂર્ણ રીતે તે પરીક્ષા આપી શકી હતી.

અમદાવાદના નિર્ણય નગર વિસ્તારમાં બે સ્વામિનારાયણ સ્કૂલ આવેલી છે. એક નિર્ણયનગર વિસ્તારમાં અને બીજી GST ક્રોસિંગ પાસે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ. આ બંને સ્ફુએ બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે. ધોરણ 12ના વિધાર્થીઓ  રોજે રોજ અલગ અલગ પરીક્ષા સેન્ટરમાં પરીક્ષા લેવાઈ રહી છે. જેને લઈ ધોરણ 12નું આંકડાશાસ્ત્રનું પેપર આપવા માટે ધોરણ 12ની વિધાર્થીની ભૂલથી GST ક્રોસિંગ પાસે આવેલી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પહોંચી હતી.

આ પણ વાંચો - બોર્ડની પરીક્ષામાં આજે ચોરી કરી પેપર લખતા 7 વિદ્યાર્થીઓની ઝડપાયા, અમદાવાદમાં 2 કેસ

જ્યારે હકીકતમાં તેનું પરીક્ષા કેન્દ્ર સ્વામિનારાયણ સ્કૂલ નિર્ણય નગરમાં હતું. પરીક્ષા સેન્ટરમાં પ્રવેશી વિધાર્થીની સ્કૂલના ત્રીજા માળે તેની બેઠક વ્યવસ્થા વાળા ખંડ માં પહોંચી જ્યાં તેણે પૂછપરછ કરતા તેને જાણવા મળ્યું કે, આ તો તેનું પરીક્ષા સેન્ટર છે જ નહીં.

આ પણ વાંચો - અમદાવાદમાં એક જ ઘરમાં ચાર લોકોની હત્યા મામલે થયો મોટો ખુલાસો

વિધાર્થિની અચાનક ગભરાઈને રડવા લાગી હતી. એકાએક ભાજપ શિક્ષણ સેલના હાર્દિક ભાઈ શાહ જેઓ આ વિસ્તારમાં હેલ્પલાઇન ચલાવી રહ્યા છે તેઓ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ અને સ્કૂલના સ્ટાફે વિધાર્થિનીને સાંત્વના આપી નિર્ણયનગર વિસ્તારની સ્વામિનારાયણ સ્કૂલમાં પહોચાડી હતી. જેથી વિધાર્થિની પોતાની પરીક્ષા આપી શકી હતી. પરીક્ષા આપી બહાર આવેલી વિધાર્થિની  શાંતિ પૂર્ણ રીતે પરીક્ષા આપી શકતા ખુશ થઈ હતી. શિક્ષક હાર્દિક શાહે તપાસ કરતા આ વિધાર્થિની રિપીટર તરીકે પરીક્ષા આપી રહી છે અને રાણીપ વિસ્તારમાં રહે છે. શિક્ષક દ્વારા ચલાવવામાં આવતી હેલ્પલાઇનના કારણે આ વિધાર્થીની પરીક્ષા બગડતા બચી ગઈ હતી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: GSEB, Gujarat Education, અમદાવાદ, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો