Home /News /gujarat /

અમદાવાદ ગેંગરેપ પીડિતાને ધમકી, 'પૈસા ન હોય તો એક રાત મારી સાથે આવી જા'

અમદાવાદ ગેંગરેપ પીડિતાને ધમકી, 'પૈસા ન હોય તો એક રાત મારી સાથે આવી જા'

  અમદાવાદમાં 22 વર્ષની યુવતી સાથે ચાલુ કારમાં થયેલા ગેંગરેપમાં હવે જેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે તે વૃષભ મારુ, યામી નાયર અને અન્ય એક આરોપીની ફરિયાદી યુવતી સાથેની મોબાઈલ ચેટ સામે આવી છે. આ ચેટનો અભ્યાસ કરતા માલુમ પડે છે કે આ તમામ લોકો વીડિયો ક્લિપિંગ વાયરલ કરી દેવાની ધમકી આપીને ફરિયાદી યુવતી પાસેથી પૈસા પડાવી રહ્યા હતા. યામી નાયર પણ ફરિયાદી યુવતીને ધમકી આપી રહી છે. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ તપાસમાં જોડાઈ છે તેમજ સેટેલાઇટ પોલીસે ચાર ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે.

  'પૈસા ન હોય તો એક રાત મારી સાથે આવી જા'

  આ ચેટમાં વૃષભ મારુ નામનો આરોપી ફરિયાદી યુવતીને સતત બીજા દિવસે તેની સાથે આવવા માટે દબાણ કરી રહ્યો છે. સાથે એવી ચીમકી પણ ઉચ્ચારે છે કે જો કોઈને આ વાત કહેશે તો તેનું પરિણામ શું આવશે એ તેને યામી નાયરે જણાવી જ દીધું છે. વૃષભ મારું યુવતીને રાત્રે તેની સાથે આવવાનું કહે છે. તે યુવતીને કોઈ હોટલમાં લઈ જવાની વાત કરી રહ્યો છે. સામે યુવતી જવાબ આપે છે કે તે આ અંગે કોઈને નહીં જણાવે. યુવતી જ્યારે વૃષભને તેની સાથે રાત્રે બહાર આવવાની ના કહી દે છે ત્યારે તે ગૌરવ દાલમિયાની હત્યા કરી નાખવાની ધમકી આપે છે. યુવતી તેને આવું ન કરવાની વિનંતી કરે છે. આ સમયે વૃષભ તેની પાસેથી રૂ. 50 હજારની માંગણી કરે છે. યુવતી પોતાની પાસે પૈસા ન હોવાની વાત કહે છે ત્યારે વૃષભ પૈસાના બદલે એક રાતનો સાથ માંગે છે. તેના જવાબમાં યુવતી પૈસા આપી દેવાની વાત કરે છે. યુવતી જ્યારે તેને પૈસા ક્યારે અને કોને આપવાની વાત કરે છે ત્યારે તે કહે છે કે બહુ ઝડપથી તે બધી વિગત શેર કરશે. અને આ અંગે ગૌરવ દાલમિયાને કંઈ કહેશે તો પરિણામ ખરાબ આવશે તેવી ચીમકી ઉચ્ચારે છે.

  વૃષભ મારૂની ફરિયાદ યુવતી સાથે ચેટિંગ  'આ છેલ્લી ચેતવણી છે'


  યામી નાયર પણ ફરિયાદી યુવતીને ધમકી આપી રહી છે. યામી ફરિયાદી યુવતીને કહી રહી છે કે મારા મિત્રો પાસેથી મદદ માંગવાનું બંધ કર, નહીં તો તારા અને તારા ફ્રેન્ડનો વીડિયો વાયરલ કરી દેવામાં આવશે. યુવતી જ્યારે પૂછે છે કે તું શેની વાત કરી રહી છે ત્યારે યામી તેને બહુ ભોળી બનવાનું નાટક બંધ કરવાનું કહે છે. યામી લખે છે કે તમે બંને તેની મદદ માંગી રહ્યા છો. આ છેલ્લી ધમકી છે. જો બંધ નહીં કરો તો તમારા બંનેના વીડિયો લીક કરી દેવામાં આવશે.

  'ગૌરવી ઇજ્જત અને જીવ બંને જશે'

  ફરિયાદી યુવતી સાથે ચેટિંગ કરી રહેલા સાહીર શેખ નામનો યુવક ફરિયાદી યુવતીને ધમકી આપી રહ્યો છે કે આ બધું હું કરી રહ્યો છું તેવું તે કોઈને કહેશે તો તે દાલમિયા ઈજ્જત અને જીવ બંને ગુમાવશે. સાથે તે કહે છે કે હું તેને નુકસાન પહોંચાડી શકું છું, આનું પ્રુફ મેં તને આપી જ દીધું છે. એ ડીવીડી હું તેના પિતાને આપી દઈશ, તારી ક્લિપ તો આખી દુનિયા જોશે. છેલ્લે તું જ આ બધામાં ફસાઈ જઈશ.

  સાહીર શેખ અને યામી નાયરની યુવતી સાથે ચેટિંગ


  આ પણ વાંચોઃ

  ચાલુ કારમાં અપહરણ અને ગેંગરેપની ફરિયાદ

  અમદાવાદના ઇસનપુર વિસ્તારની એક 22 વર્ષની યુવતીએ પોલીસમાં ફરિયાદ આપી હતી કે ગત માર્ચ મહિનામાં તેની સાથે ચાલુ કારમાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો. યુવતીએ પોલીસને આપેલી ફરિયાદ પ્રમાણે માર્ચમાં તે પોતાનું એક્સેસ લઈને રાતના સાડા આઠ વાગ્યે નહેરુનગરથી ઝાંસીની રાણી વચ્ચે સર્વિસ રોડ પર ઉભી હતી ત્યારે સ્કોર્પિયો કારમાં આવેલા ચાર લોકોએ કેફી પદાર્થ સુંઘાડીને તેને ગાડીમાં બેસાડી દીધી હતી. બાદમાં કારમાં જ તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને તેના ગુપ્તાંગમાં લાકડી નાખી દેવામાં આવી હતી. આ સમયે બે લોકો તેનો વીડિયો ઉતારતા હતા. બાદમાં તેઓ વીડિયો લીક કરી દેવાની તેમજ બોયફ્રેન્ડની મારી નાખવાની ધમકી આપીને પૈસા માંગતા રહ્યા હતા.

  26મી જૂને ફરી કારમાં બેસાડી ક્લિપિંગ ઉતારી

  ફરિયાદ પ્રમાણે 26મી જૂનના રોજ કાળા કલરની સ્કોર્પિયો કારમાં ફરીથી તેને સ્પે છાંટીને બેસાડી દેવામાં આવી હતી. આ સમયે કારની વચ્ચેની સીટમાં બે યુવકોએ તેની સાથે અડપલાં કર્યા હતા તેમજ તેની ક્લિપિંગ ઉતારી લીધી હતી. બાદમાં કારમાં રહેલા યુવકોએ આ બધુ ગૌરવ દાલમિયાએ કરાવેલું હોવાનું કહીને તેને કારમાંથી ઉતારી મૂકી હતી.

  ફરિયાદમાં કોના કોના નામ?

  યુવતીએ પોલીસને આપેલી ફરિયાદમાં વૃષભ મારુ, યામિની નાયર, ગૌરવ મહાવિર દાલમિયા (કથિત બોયફ્રેન્ડ) અને ત્રણ અજાણ્યા ઇસમોના નામ આપ્યા છે.

  અભિયમની ટીમે સમજાવ્યા બાદ થઈ ફરિયાદ

  26મી જૂનના બનાવ બાદ યુવતીએ આ અંગેની જાણ પોતાના માતાપિતાને કરી હતી. આ માટે મહિલા હેલ્પલાઇન અભિયમની મદદ લેવામાં આવી હતી. અભિયમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કર્યા બાદ આ અંગે ફરિયાદ કરવા માટે તેને સમજાવી હતી. આ અંગે પહેલા ઇસનપુર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Accuse, Police complain, Satellite police, અમદાવાદ, કાર, છોકરી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन