Home /News /gujarat /ગૂમ સગીરાની વ્યથા સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી, એક રાતમાં આઠ જણાએ કર્યો રેપ

ગૂમ સગીરાની વ્યથા સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી, એક રાતમાં આઠ જણાએ કર્યો રેપ

શહેરના પાલડી વિસ્તારમાંથી ગૂમ થયેલી સગીરાને પોલીસે શોધી કાઢી છે. પરંતુ સગીરાની વ્યથા જાણી પોલીસ પણ ડઘાઇ ગઇ, સગીરાના કહેવા મુજબ તેણીના પરિવારજનો જ તેણીને દેહવેપારના ધંધામાં ધકેલતા હતા અને તેણી પર કેટલાક શખ્સો દ્વારા ગેંગ રેપ કરાયો હતો.

શહેરના પાલડી વિસ્તારમાંથી ગૂમ થયેલી સગીરાને પોલીસે શોધી કાઢી છે. પરંતુ સગીરાની વ્યથા જાણી પોલીસ પણ ડઘાઇ ગઇ, સગીરાના કહેવા મુજબ તેણીના પરિવારજનો જ તેણીને દેહવેપારના ધંધામાં ધકેલતા હતા અને તેણી પર કેટલાક શખ્સો દ્વારા ગેંગ રેપ કરાયો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #શહેરના પાલડી વિસ્તારમાંથી ગૂમ થયેલી સગીરાને પોલીસે શોધી કાઢી છે. પરંતુ સગીરાની વ્યથા જાણી પોલીસ પણ ડઘાઇ ગઇ, સગીરાના કહેવા મુજબ તેણીના પરિવારજનો જ તેણીને દેહવેપારના ધંધામાં ધકેલતા હતા અને તેણી પર કેટલાક શખ્સો દ્વારા ગેંગ રેપ કરાયો હતો.

એક રાતમાં આઠ શખ્સોએ કર્યો રેપ

પોલીસે ગૂમ થયેલી પાલડીની સગીરાને ધોળકાના કલીકૂંડમાંથી શોધી કાઢી છે. જોકે સગીરાએ કરેલા ખુલાસાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સગીરાના કહેવા મુજબ તેણી પર એક જ રાતમાં આઠ શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું. દેહના દલાલો દ્વારા તેણીને દેહના ધંધામાં ધકેલવા પ્રયાસ કરાયો હતો.

પોલીસે 16 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરતાં 16 જેટલા શખ્સોના નામ સામે આવ્યા છે. જેમાં આઠ શખ્સોએ પણ છે જેમણે આ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં ચાર યુવકો તો ધોળકાની એંજિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ છે. જ્યારે એક રેસ્ટોરન્ટનો માલિક અને અન્ય કેટલાક દલાલો છે.

વિદ્યાર્થીઓએ કર્યો હતો ગેંગ રેપ

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સગીરા સાથે ગેંગ રેપ કરવામાં 8માંથી 4 આરોપી કોલેજના વિદ્યાર્થી છે. જેમાંથી સાતને પુછપરછ માટે હિરાસતમાં લેવાયા છે. સગીરાના માતા પિતાએ 21મી નવેમ્બરે તેણી ગૂમ થયા અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યું હતું કે, સગીરા 14મી નવેમ્બરથી ગૂમ હતી.

પોલીસને થઇ માબાપ સામે શંકા

ઝોન-7ના ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યું કે, ફરિયાદ નોંધાવવા આવેલા મા-બાપની વાત પરથી એમની પર શંકા ગઇ હતી. એમને પુછાયું કે પુત્રી ગૂમ થયના અઠવાડિયા બાદ કેમ ફરિયાદ નોંધાવવા આવ્યા છો? પુછપરછમાં છેવટે બંને ભાગી પડતાં એમણે સ્વીકાર્યું હતું કે, તેઓ જ તેણીને દેહવિક્રયના ધંધા માટે દબાણ કરતા હતા અને 14મી નવેમ્બરે તેમણે જ સગીરાને એક ગ્રાહક પાસે મોકલી હતી.

ધંધા માટે બહાર લઇ જતા હતા

ચૌધરીએ જણાવ્યું કે, એ બાદ પોલીસે ઘણી કડીઓ મેળવી અને અમદાવાદ જિલ્લાના ધોળકા શહેર પાસેથી કાલીકુંજ ગામમાંથી સગીરાને શોધી કઢાઇ હતી. સગીરાએ પોલીસને જણાવ્યું કે, દેહવિક્રયના ધંધા સાથે જોડાયેલા એક રેકટમાં તેણીને સોંપવાની તૈયારીઓ ચાલી રહી હતી. તેના જ મા-બાપ તેણીને ધંધા માટે એક શહેરથી બીજા શહેરમાં જવા દબાણ કરવા હતા.
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, ગેંગ રેપ, સગીરા

विज्ञापन
विज्ञापन