Home /News /gujarat /અમદાવાદ: ભાજપના બોપલ-ઘુમા ન.પા. મંડળના ચાર સભ્યોને સસ્પેન્ડ કરાયા

અમદાવાદ: ભાજપના બોપલ-ઘુમા ન.પા. મંડળના ચાર સભ્યોને સસ્પેન્ડ કરાયા

    ભાજપે અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારના ચાર સભ્યો વિરુદ્ધ લાલ આંખ કરી છે. બોપલ-ઘુમાના ચાર નિષ્ક્રિય સભ્યોને ભજપે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

    મળતી માહિતી મુજબ, 24 એપ્રિલના રોજ ભાજપ પાર્ટીની અમદાવાદ જિલ્લાના હોદેદારોની બેઠક યોજાય હતી. જેમાં બેઠકમાં અચાનક જ નગરપાલીકાના રામચંદ્રભાઈ નારણભાઈ પટેલ દ્વારા શિષ્ટાચાર વિહન તેમજ અભદ્દ ભાષાનો ઉપયોગ કરતા મહત્વની બેઠકની ગરીમાનો ભંગ કર્યો હતો. ભાજપે આખરે આકરો નિર્ણય લઈ રામચંદ્રભાઈ નારણભાઈ પટેલને પાર્ટી દ્વારા 6 વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે.

    તેમજ સંગઠનની કામગીરીનુ સંકલન કરવામાં બોપલ મંડળના ભાજપના પ્રમુખ અલ્પેશ પટેલ અને મહામંત્રી હર્ષદ પટેલ છેલ્લા કેટલાય દિવસથી ચૂંટાયેલા લોકો વચ્ચે સંકલન જાળવતા ન હતા, અને નિષ્કિય હતા. જેને લઈ ભાજપ પાર્ટી દ્વારા અલ્પેશ પટેલ અને હર્ષદ પટેલને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.

    ભાજપ દ્વારા અચાનલ બોપલ-ઘુમા નગરપાલિકા ભાજપ મંડળના ચાર સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા, તે વિસ્તારના કાર્યકરો રોષે ભરાયા હતા. કાર્યકરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે, જિલ્લા ભાજપ દ્વારા મનસ્વી નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુદ્દે નારાજ 200 જેટલા કાર્યકરોએ પણ બાજપ સાથે છેડો ફાડી રાજીનામા ધરી દીધા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Suspend, Suspended, અમદાવાદ, ભાજપ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन