અમદાવાદઃ સોલા વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની એક ઘટના સામે આવી છે. સોલાના દત્ત બંગલો નજીક બનેલી ફાયરિંગની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે બાઇક ધીમી ચલાવવાની સૂચના આપ્યા બાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાઇક ચાલકના પિતાએ તેના પુત્રનો પક્ષ લઈને ફાયરિંગ કર્યું હતું. જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળી રહેલી માહિતી પ્રમાણે કુલ પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
ફાયરિંગ કરનાર વ્યક્તિના પુત્રને બાઇક ચલાવવા બાબતે બબાલ થઈ હતી. ફાયરિંગ થયું ત્યારે સોસાયટીના લોકો ગરબે રમી રહ્યા હતા. આ દરમિયાન બબાલ થતાં ફાયરિંગ થયું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ફાયરિંગમાં ઘાયલ થયેલા બંને લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ત્રણ લોકોની અટકાયત
આ મામલે પોલીસે દાનારામ મેડતિયા નામના વ્યક્તિ અને તેના બે પુત્રોની ધરપકડ કરી છે. પોલીસે પૂછપરછ કરતા આરોપીઓએ ફાયરિંગ કર્યાની કબૂલાત કરી લીધી છે. આરોપી પાસે લાયસન્સ વાળી રિવોલ્વર હોવાનું પણ માલુમ પડ્યું છે. મળતી માહિતી પ્રમાણે આરોપીઓને વર્ષોથી સોસાયટીના રહીશો સાથે ઝઘડા ચાલે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર