Rainfall in Ahmedabad: ચોમાસાની શરૂઆતમાં જ કરૂણ ઘટના, અમદાવાદમાં કરંટ લાગવાથી બાળક અને મહિલાનું મોત
Rainfall in Ahmedabad: ચોમાસાની શરૂઆતમાં જ કરૂણ ઘટના, અમદાવાદમાં કરંટ લાગવાથી બાળક અને મહિલાનું મોત
Ahmedabad News: કરંટ લાગ્યા બાદ 10 વર્ષના બાળક અને મહિલાને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં પરંતુ 10 જ મિનિટમાં હોસ્પિટલમાંથી જણાવવામાં આવ્યું કે, તે બંનેનું મોત થઇ ગયું છે.
Ahmedabad News: કરંટ લાગ્યા બાદ 10 વર્ષના બાળક અને મહિલાને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં પરંતુ 10 જ મિનિટમાં હોસ્પિટલમાંથી જણાવવામાં આવ્યું કે, તે બંનેનું મોત થઇ ગયું છે.
અમદાવાદ: ચોમાસું (Gujarat monsoon) શરૂ થતાં પહેલા જ એક લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં શુભલક્ષ્મી સોસાયટીના સિફોન સોસાયટીમાં એક દુખદ ઘટના બની છે. અમદાવાદમાં પહેલા વરસાદમાં જ સ્ટ્રીટ લાઈટના થાંભલાને અડતા 10 વર્ષના બાળક અને મહિલાને કરંટ લાગતા મોત નીપજ્યું છે. જેના કારણે બંને પરિવારોમાં જાણે પહાડ તૂટી પડ્યો હોય તેવી સ્થિતી સર્જાઇ છે. આ દુખદ સમાચાર વાયુવેગે આખા વિસ્તારમાં પ્રસરતા ચકચાર મચી જવા પામી છે. બંનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારને સોંપવામાં આવશે.
બાળકને બચાવવા જતા મહિલાનું પણ મૃત્યું
મૃતક બાળકના પિતા પીન્ટુભાઇના જણાવ્યા પ્રમાણે, સામાન્ય વરસાદના છાટાં પડ્યા હતા જેના કારણે કરંટ આવી ગયો હતો. આ દરમિયાન છોકરો ગેટની અંદર આવી રહ્યો હતો કે બહાર જઇ રહ્યો હતો તે ખબર નથી. તેને ગેટને અડતા અચાનક જ કરંટ લાગ્યો હતો. જે બાજુવાળા ભાભીએ જોયું હતું અને તે દોડીને આવ્યાં અને તેને અડ્યા કે તેઓ પણ પડી ગયા હતા. આ બંનેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં પરંતુ 10 જ મિનિટમાં હોસ્પિટલમાંથી જણાવવામાં આવ્યું કે, તે બંનેનું મોત થઇ ગયું છે.
અમદાવાદમાં રવિવારથી એટલે આજથી 15 જૂન સુધીમાં ગાજવીજ સાથે અંદાજે 1 ઈંચ આસપાસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 13 જૂને એટલે સોમવારે સવારે ગાજવીજ સાથે વરસાદની સૌથી વધુ શક્યતા છે. સોમવારથી જ રાજ્યમાં શાળાઓ પણ શરૂ થવાની છે. ત્યારે બાળકોએ રેઇન કોટ પણ તૈયાર રાખવાની જરૂર પડશે. નોંધનીય છે કે, શનિવારે બપોર પછી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાણીપ, એસજી હાઈવે, ઘાટલોડિયા, ગોતા સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદી છાટાં પડ્યા હતા.
હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદના આગમન અંગે જણાવ્યું હતુ કે, 'નૈઋત્યના ચોમાસાએ મધ્ય અરેબિયન સમુદ્રના બાકીના ભાગ, મુંબઇ સહિત કોંકણના મોટાભાગના વિસ્તાર, મધ્ય મહારાષ્ટ્ર તેમજ કર્ણાટકના કેટલાક હિસ્સામાં પ્રવેશ કરી લીધો છે. હવે થોડા કલાકોમાં નૈઋત્યનું ચોમાસું ઉત્તર અરેબિયન સમુદ્રના કેટલાક ભાગ તેમજ ગુજરાતમાં પ્રવેશે તે માટેની સાનુકૂળ સ્થિતિ સર્જાઇ છે. આગામી બેથી ત્રણ દિવસમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.'
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર