Home /News /gujarat /

અમદાવાદ: ચાંદખેડામાં ગરબામાં લ્હાણી વિતરણ મુદ્દે ફાયરિંગ, નાસભાગ મચી

અમદાવાદ: ચાંદખેડામાં ગરબામાં લ્હાણી વિતરણ મુદ્દે ફાયરિંગ, નાસભાગ મચી

અમદાવાદ: ચાંદખેડામાં ગરબામાં લ્હાણી વિતરણ મુદ્દે ફાયરિંગ, નાસભાગ મચી

અમદાવાદ: ચાંદખેડામાં ગરબામાં લ્હાણી વિતરણ મુદ્દે ફાયરિંગ, નાસભાગ મચી

    હર્મેશ સુખડિયા - અમદાવાદ

    અમદાવાદના ચાંદખેડામા નવરાત્રીના છેલ્લા દિવસે લ્હાણી ઈનામ વિતરણને લઈને છ રાઉન્ડ ફાયરીંગ થતા ચકચાર મચી હતી. મેઘાણીનગરના હિસ્ટ્રીશીટરે દિકરા માટે એક ભેટસોગાતથી સંતોષ નહિ થતા કર્યુ ફાયરીંગ. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

    અમદાવાદના ચાદંખેડામાં આવેલા હોમ ટાઉન 4 મા નવરાત્રીના છેલ્લા દિવસે સોસાયટીમા બાળકોમા લ્હાણીના સ્વરૂપમા ભેટ સોગાત અને ઈનામના વિતરણનુ આયોજન કર્યુ હતુ. ગરબા પૂર્ણ થયા બાદ આયોજકો ઈનામનુ વિતરણ કરી રહયા હતા ત્યારે સ્થાનિક રહીશ સહદેવ તોમરે પોતાના દિકરા માટે બે ગીફટ માંગી, પંરતુ આયોજકે ગીફટ આપવાનો ઈન્કાર કરતા બન્ને વચ્ચે તકરાર થઈ હતી. આ તકરારની અદાવત રાખીને સહદેવએ પોતાના મિત્રને બોલાવીને સોસાયટીમા અંધાધુધ ફાયરીંગ કરવાનુ શરૂ કર્યુ. જેના કારણે સોસાયટીમા નાશભાગ મચી ગઈ હતી અને સ્થાનિકોમા દહેસત ફેલાઈ હતી.

    ચાદંખેડામા ફાયરીંગ કરનાર શખ્સ સહદેવ તોમર કુખ્યાત ગુનેગાર હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમા સામે આવ્યુ છે. તે મેઘાણીનગરનો હિસ્ટ્રીશીટર ગુનેગાર છે તેની વિરૂધ્ધ અસંખ્ય ગુના નોંધાયા હોઇ અને અનેક વખત જેલવાસ ભોગવી ચુકયો છે. આરોપી મેઘાણીનગરથી ઘર ખાલી કરીને ચાંદખેડાના હોમ ટાઉન 4 મા મકાન ભાડે રાખીને રહેવા આવ્યો હતો. તેને દેશી બનાવટની રિવોલ્વરથી ફાયરીંગ કરીને દહેસત ફેલાઈ હતી. દિકરાને બે ઈનામ નહિ મળતા તેને ફાયરીંગ કરીને આંતક મચાવી દેતા પોલીસ તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. સહદેવની સાથે અન્ય બે શખ્સો પણ હતા. જેની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.

    ચાંદખેડા પીઆઈ આર એચ વાલાએ જણાવ્યું કે, સદનસીબે ફાયરીંગમા કોઈ જાનહાની થઈ નથી, પંરતુ સહદેવ અને તેના મિત્રએ દહેસત ફેલાવવા ફાયરીંગ કર્યુ હોવાનુ પ્રાથમિક તપાસમા ખુલ્યુ છે. સહદેવ સાથે તેનો મિત્ર કોણ હતો ? તેની પોલીસે તપાસ શરૂ કરી છે. જયારે હાલમા ચાંદખેડા પોલીસે સહદેવ તોમર અને તેના મિત્ર વિરૂધ્ધ ફાયરીંગ અને આમ્સ એકટ હેઠળ ગુનો નોંધાતા આરોપી ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Chandkheda, Firing, Navratri, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन