અમદાવાદઃ શહેરમાં સામુહિક આપઘાતના પ્રયાસનો એક બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં મહિલાનું મોત થયું છે, જ્યારે તેના બે બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મળી રહેલી માહિતી પ્રમાણે શહેરના ઉજાલા બ્રિજ પાસે આવેલા પાર્વતી નંદન ફ્લેટમાં રહેલી એક મહિલાએ તેના બે સંતાનો સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં મહિલાનું મોત થયું છે, જ્યારે બે બાળકો ગંભીર છે.
બનાવ ધ્યાને આવ્યા બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તેની માહિતી મળી નથી.
મળી રહેલી માહિતી પ્રમાણે પરિવાર નંદન ફ્લેટના પ્રથમ માળ પર રહેતો હતો.
રાજકોટમાં મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ
બીજા એક બનાવમાં રાજકોટ ખાતે એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. જોકે, આ ઘટનામાં પોલીસે સતર્કતા દાખવતા મહિલાની અટકાયત કરી લીધી હતી અને તેની પાસે રહેલું કેરોસિનનું કેન લઈ લીધું હતું. મળી રહેલી માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય ન મળવાને કારણે મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર મહિલાનું નામ જયાબેને દાંતેસરિયા છે. મહિલા ખોરાણા ગામની વતની હોવાનું માલુમ પડ્યું છે.