અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી નવી મોડસ ઓપરેન્ડી પકડાઈ છે. એરપોર્ટ પરથી કુલ ચાર શખ્સ પાસેથી દાણચોરીનું સોનું મળી આવતા તમામન અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટ પરથી એરપોર્ટ પરથી દાણચોરીના 50 લાખના સોના સાથે ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી છે. કસ્ટમ વિભાગને બાતમી મળતા જ એરપોર્ટ પર ચેકિંગ હાથ ધરાયુ હતુ તે દરમિયાન સ્પાઇસ જેટ અને એર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી કુલ ચાર શખ્સો પાસેથી દાણચોરીનું સોનું મળી આવ્યું હતુ. આ ચાર શખ્સોમાંથી 2 શખ્સ હરિયાણા અને 2 શખ્સ સુરતના હોવાનું જાણવા મળ્યુ છે.
આ તમામ શખ્સ બેલ્ટ, બક્કલ, અને રિંગમાં સોનું છુપાવીને લઇ આવ્યા હતા. જેમાથી બે શખ્સ પાસેથી 24 લાખ અને અન્ય બે શખ્સ પાસેથી 26 લાખ એમ કુલ મળીને 50 લાખનું સોનું મળી આવ્યું હતુ.
બે શખ્સ હરિયાણાના છે તેઓ વહેલી સવારે ડોમેસ્ટિક ફ્લાઇટથી અમદાવાદ આવ્યા હતા.
જેના કારણે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોચતાની સાથે જ કસ્ટમ વિભાગે તમામની અટકાયત કરી હતી અને વધુ પુછપરછ હાથ ધરી હતી.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર