Home /News /gujarat /

પૂર્વ પતિએ મહિલાનાં મંગેતરને ભર બજારે માર્યો માર અને કહ્યું- 'એને છોડી દેજે નહીંતર તને અને એને જીવથી મારી નાખીશ'

પૂર્વ પતિએ મહિલાનાં મંગેતરને ભર બજારે માર્યો માર અને કહ્યું- 'એને છોડી દેજે નહીંતર તને અને એને જીવથી મારી નાખીશ'

પૂર્વ પતિએ મહિલાનાં મંગેતરને ભર બજારે માર્યો માર અને કહ્યું- 'એને છોડી દેજે નહીંતર (પ્રતિકાત્મક તસવીર)

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો 28 વર્ષીય યુવક એક બેંકમાં કલેક્શન ડિપાર્ટમેંટમાં નોકરી કરે છે. આશરે આઠેક વર્ષ પહેલા તેના લગ્ન એક Ahmedabad Crime: યુવતી સાથે થયા હતા અને સંતાનમાં એક દીકરો છે. પરંતુ પત્ની સાથે મનમેળ ન રહેતા આઠેક મહિના પહેલા સમાજના રીતરિવાજ મુજબ આ યુવકના છૂટાછેડા થઇ ગયા છે અને પાટણ ખાતે રહેતી એક યુવતી કે જેના લગ્ન થયા હતા પરંતુ બે મહિના પહેલા તેના છૂટાછેડા થતાં આ યુવકની તે યુવતી સાથે થોડા સમય પહેલા સગાઈ થઈ હતી.

વધુ જુઓ ...
અમદાવાદ: શહેરમાં રહેતા એક યુવકે ત્રણ લોકો સામે માર મારી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. ઘટના કેમ બની હતી કે આ યુવક દાઢી કરાવવા માટે એક સલૂનમાં ગયો હતો. ત્યારે તેની તાજેતરમાં જે ડિવોર્સી યુવતી સાથે સગાઈ થઈ હતી તેનો પૂર્વ પતિ આવી ગયો હતો. તેના ભાઈ અને અન્ય એક શખ્સ સાથે આવ્યો હતો અને પેલી ને બરબાદ કરી નાખવાની છે તેમ કહી આ યુવકને હથિયારથી માર માર્યો હતો. સમગ્ર બાબતને લઈને યુવકે સારવાર લીધા બાદ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો-Grishma Murder Case: સુરત સેશન્સ કોર્ટે ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને તમામ ગુનામાં દોષિત જાહેર કર્યો

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો ૨૮ વર્ષીય યુવક એક બેંકમાં કલેક્શન ડિપાર્ટમેંટમાં નોકરી કરે છે. આશરે આઠેક વર્ષ પહેલા તેના લગ્ન એક યુવતી સાથે થયા હતા અને સંતાનમાં એક દીકરો છે. પરંતુ પત્ની સાથે મનમેળ ન રહેતા આઠેક મહિના પહેલા સમાજના રીતરિવાજ મુજબ આ યુવકના છૂટાછેડા થઇ ગયા છે અને પાટણ ખાતે રહેતી એક યુવતી કે જેના લગ્ન થયા હતા પરંતુ બે મહિના પહેલા તેના છૂટાછેડા થતાં આ યુવકની તે યુવતી સાથે થોડા સમય પહેલા સગાઈ થઈ હતી. ગઈકાલે સાંજે આ યુવક કારગીલ ચાર રસ્તા પાસે આવેલા એક કોમ્પ્લેક્ષમાં એક સલૂનમાં દાઢી કરાવવા માટે ગયો હતો અને સલૂનમાં વધારે ગ્રાહકો હોવાથી તે બહાર બેઠો હતો. તે દરમિયાન તેણે જે યુવતી સાથે સગાઈ કરી હતી તેનો પૂર્વ પતિ હાથમાં દંડો તથા તેનો નાનો ભાઈ લાકડી લઈને આવ્યા હતા અને અન્ય એક પણ હથિયાર લઈને આવ્યો હતો અને આ ત્રણેય જણા યુવકને કહેવા લાગ્યા હતા કે "તે કેમ આ યુવતી સાથે સગાઈ કરી તેની જિંદગી મારે બરબાદ કરી નાખવાની છે" તેમ કહી ગાળો બોલી હતી.

યુવકે ગાળો બોલવાની ના પાડતાં મંગેતર ના પૂર્વ પતિએ ઉશ્કેરાઇ ને આ યુવકને હથિયારથી ફટકો માર્યો હતો. જ્યારે મંગેતર ના પૂર્વ પતિ ના ભાઈ એ પણ હથિયારથી આ યુવકને માર માર્યો હતો. આસપાસના લોકો ભેગા થઇ જતાં યુવકને છોડાવ્યો હતો. ત્યારે મંગેતરનો પૂર્વ પતિ જતા જતા કહેતો ગયો હતો કે "તું તેને છોડી દેજે નહીંતર તને અને તેને જાનથી મારી નાખીશ". યુવકને વધુ ઇજાઓ થઇ હોવાથી તે સોલા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ગયો હતો. બાદમાં આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
Published by:Margi Pandya
First published:

Tags: Crime news, અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ

આગામી સમાચાર