અમદાવાદ : ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં (Dhandhuka firing with murder) સૌથી મોટો ખુલાસો થયો છે.કિશન બોળિયાની (Kishan Bodia murder) હત્યામાં ન્યૂઝ 18 પાસે સૌથી મોટી માહિતી આવી છે. હત્યામાં અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની (Maulvi) સંડોવણી હોવાની વિગતો મળી રહી છે. હથિયાર અમદાવાદના મૌલવીએ આપ્યા હતા. ષડયંત્રના ભાગરૂપે ઘટનાને અંજામ અપાયો હતો.
આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલું ષડયંત્ર
ન્યૂઝ18ના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે, આ હત્યા આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલું ષડયંત્ર છે. આ હત્યામાં અમદાવાદ અને મુંબઇના મૌલવીની ભૂમિકા સામે આવી છે. જ્યારે પણ એક પોસ્ટ મુકવામાં આવી ત્યારે એક જૂથના લોકો તેનાથી આહત થયા હતા અને જે બાદ આ આયોજનબદ્ધ રીતે હત્યા કરવામાં આવી છે.
હથિયાર મંગાવવામાં બે મૌલવીની ભૂમિકા આવી સામે
આ હત્યા માટે જે હથિયારની જરૂર હતી તેને આપવા માટે બે મૌલવીની ભૂમિકા સામે આવી છે. હત્યા માટે વપરાયેલી રિવોલ્વરને અમદાવાદના મૌલવીએ મંગાવી હતી, જે મુંબઇથી આવી હતી. મુંબઇથી આ રિવોલ્વર મેળવવા માટે પણ ત્યાંના મૌલવીની ભૂમિકા સામે આવી છે.
વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે અને વધુ ધરપકડ પણ થઇ શકે છે. આ કેસમાં બાઇક અને વેપન વાપરવામાં આવ્યા હતા આ અંગે અમદાવાદની ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે. આગામી સમયમાં પ્રેસ કોન્ફરન્સ રાખીને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
પોલીસનો કાફલો ખડકાયો
નોંધનીય છે કે, ધંધૂકા શહેરમાં માલધારી સમાજના યુવકની હત્યા મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ધંધુકા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે વેપારીઓએ દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાડ્યું છે. જોકે, ઘટનાના પગલે ધંધુકામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લાની SOG, LCB અને સ્થાનિક પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. બીજી તરફ આ ઘટના બાદ ધંધુકાના PI સી.બી.ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને સાણંદના PI આર.જી.ખાંટને ધંધુકામાં મુકવામાં આવ્યા છે.
ધંધુકામાં ફાયરિંગ વીથ મર્ડર કેસમાં ન્યૂઝ 18 પાસે સૌથી મોટી માહિતી ,હત્યામાં અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની સંડોવણી સામે આવી.ષડયંત્રના ભાગરુપે હત્યાને આપ્યો અંજામ pic.twitter.com/73NReiWIyN
મૃતકની હત્યા પાછળ સોશિયલ મીડિયાની પોસ્ટ કારણભૂત હતી કે અન્ય કોઈ કારણ તે આરોપીઓ ઝડપાયા બાદ સામે આવશે. હાલ તો શકમંદોની અટકાયત કરી પોલીસ ઊંડાણપૂર્વક તપાસના કામે લાગી ગઈ છે. ધંધૂકામાં શાંતિભર્યું વાતાવરણ રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર