ન્યૂઝ18 ગુજરાતી: સાયબર ક્રાઇમે વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે દિલ્હીમાં કોલ સેન્ટર પર રેડ પાડી હતી. આ બોગલ કોલ સેન્ટર દ્વારા લોકોને નોકરી આપવાની લાલચ આપવામાં આવતી હતી. જેના આધારે સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી હતી. આ કોલ સેન્ટર પર રેડ પાડી 24 લોકોની ધરપકડ કરાઇ હતી.
નોકરીની લાલચ આપી પૈસા પડાવી છેતરપિંડી કરાતી હોવાની ફરિયાદને આધારે સાયબર ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં ચાલતા બોગસ કોલસેન્ટર દ્વારા આ પ્રકારની છેતરપિંડી આચરવામાં આવતી હોવાનું સામે આવતાં સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા દિલ્હીમાં રેડ પાડવામાં આવી હતી. જ્યાં ઠગાઇ કરનારા 24 લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, તેઓ લોકોને નોકરીની લાલચ આપી રજિસ્ટ્રેશન કરાવતાં હતાં. રજિસ્ટ્રેશનના નામે લોકો પાસેથી નાણા પડાવવામાં આવતાં હતાં. સાયબર ક્રાઇમે રેડ કરી લેપટોપ, મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર