Home /News /gujarat /

એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીની સગાઇ તોડવા ઇન્સ્ટા પર બનાવ્યું ફૅક ID

એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીની સગાઇ તોડવા ઇન્સ્ટા પર બનાવ્યું ફૅક ID

યુવક ઈ.સી એન્જીનિયરમાં અભ્યાસ કરે છે.

નરોડા વિસ્તારનો રહેવાસી યુવક ઈ.સી એન્જીનિયરમાં અભ્યાસ કરે છે.

    નવીન ઝા, અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) સાઇબર ક્રાઈમ બ્રાન્ચે (Cyber crime Branch) અર્પિત રાવલ નાનના એક યુવકની ધરપકડ કરી છે. નરોડા વિસ્તારનો રહેવાસી યુવક ઈ.સી એન્જીનિયરમાં અભ્યાસ કરે છે. તે તેના જ એક ગામની યુવતી અને તેના મંગેતરને  ઇન્સ્ટાગ્રામ પર ફોટું આઈડી બનાવીને હેરાન કરતો હતો. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી લીધી છે.

    ફરિયાદી યુવતિએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ આપી હતી કે અજાણ્યા વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામમાં ખોટું આઈડી બનાવીને ફરિયાદી અને તેના મંગેતરને ખરાબ મેસેજ કરે છે. જેથી તેની સગાઈ તૂટી શકે છે. જેથી પોલીસે તપાસ કરી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા સાત મહિનાથી પરેશાન કરી રહયો હતો. આરોપી ફરિયાદીનાં મંગેતરને મેસેજ કરતો હતો કે યુવતી ખરાબ છે અને તેના સંબંધો અલગ અલગ લોકો સાથે છે. આરોપી એક તરફી પ્રેમમાં પાગલ હોવાનું સામે આવ્યું છે.

    આ પણ વાંચો : પતિ-પત્ની ઔર વોઃ પોલીસ જવાનની પત્નીને તાબે થવા ધમકી આપનાર સામે ફરિયાદ

    મળતી માહિતી પ્રમાણે આરોપી અને ફરિયાદી એક જ ગામનાં છે. ફરિયાદી સીએનો અભ્યાસ કરે છે. આરોપીને ખ્યાલ આવ્યો કે, તે જેને પ્રેમ કરે છે તેની સગાઈ અન્ય સાથે થઇ ગઇ છે. જેથી તેની સગાઈ તૂટી જાય તે હેતુથી તેને આવું કૃત્ય કર્યું હતું. સાયબર ક્રાઈમ બ્રાન્ચનાં પીઆઈ વી.બી. બારડનું કેહવું છે કે, આરોપી અને ફરિયાદી એક બીજાને ઓળખતા હતા. પરંતુ આરોપીને ફરિયાદી સાથે પ્રેમ હતો જેના કારણે તેને 2 ફેક આઈ ડી બનાવ્યાં હતાં. જો કે આ મામલે ફરિયાદી યુવતીને શક જતા આરોપી સાથે વાત પણ કરી હતી પરંતુ તેને ફેક આઈ ડી બનાવ્યાંની વાત ને નકારી દીધી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: CYBER CRIME, અમદાવાદ, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन