Home /News /gujarat /

અમદાવાદ: પત્નીને માર્યો સાણસી માર, જે બાઈનાં પતિ સાથે તારે આડા સંબંધ છે તેની સાથે કેમ ઉભી હતી?

અમદાવાદ: પત્નીને માર્યો સાણસી માર, જે બાઈનાં પતિ સાથે તારે આડા સંબંધ છે તેની સાથે કેમ ઉભી હતી?

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime: ગોતામાં એક સ્કૂલ પાસે આવેલા એક ફ્લેટમાં રહેતા 39 વર્ષીય મહિલા પોતાના ઘરેથી જ બ્યુટી પાર્લર ચલાવી વ્યવસાય કરે છે. તેઓના અગાઉ એક લગ્ન થયા હતા પણ તેમના પતિનું અવસાન થતાં હાલ બીજા લગ્ન કરી બીજા પતિ સાથે રહે છે. તેઓને અગાઉના પતિથી થયેલ એક પુત્ર હતો અને હાલના પતિથી જન્મેલ એક પુત્રી સાથે તેઓ રહે છે.

વધુ જુઓ ...
અમદાવાદ: શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં રહેતી પરિણીતાને એક સ્ત્રી મિત્ર સાથે ઉભા રહેવાનો કડવો અનુભવ થયો છે. આ મહિલા જે સ્ત્રી સાથે ઉભી હતી તેની સાથે પતિએ ન ઉભા રહેવાનું જણાવી તેના જ પતિ સાથે આડા સંબંધ હોવાની શંકાઓ રાખી માર માર્યો હતો. સાણસી વડે માર મારતા ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડી હતી. બાદમાં મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે મહિલાની તેના શંકાશીલ પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો-સસરાની પુત્રવધૂ પર બગડી દાનત- 'મારી વાત માનીશ તો રાણી બનીને રહીશ'

ગોતામાં એક સ્કૂલ પાસે આવેલા એક ફ્લેટમાં રહેતા 39 વર્ષીય મહિલા પોતાના ઘરેથી જ બ્યુટી પાર્લર ચલાવી વ્યવસાય કરે છે. તેઓના અગાઉ એક લગ્ન થયા હતા પણ તેમના પતિનું અવસાન થતાં હાલ બીજા લગ્ન કરી બીજા પતિ સાથે રહે છે. તેઓને અગાઉના પતિથી થયેલ એક પુત્ર હતો અને હાલના પતિથી જન્મેલ એક પુત્રી સાથે તેઓ રહે છે. બે-એક દિવસ પહેલા પરિચિત મહિલા સાથે તેઓ એક જગ્યાએ ઉભા હતા ત્યારે જ તેમના પતિ ત્યાંથી પસાર થયા હતા. કામ પતાવીને જ્યારે આ મહિલા ઘરે પહોંચી ત્યારે તેના પતિએ પેલી મહિલા સાથે કેમ ઉભી હતી કહીને બબાલ શરૂ કરી હતી. તે મહિલાના પતિ સાથે તેને આડા સબન્ધ હોવાની શંકાઓ રાખી તેની સાથે ન ઉભા રહેવાનું કહી પતિએ તકરાર શરૂ કરી હતી.

બાદમાં પતિએ આ મહિલાને આવેશમાં આવી રસોડામાં પડેલી સાણસીનાં ફટકા મારતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે તે સમયે સંતાનોએ આ મહિલાને સારવાર અર્થે ખસેડી હતી બાદમાં મહિલાએ તેના પતિના ત્રાસથી કંટાળી આ અંગે પોલીસને જાણ કરતા સોલા પોલીસે આ અંગે મહિલાના પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શંકાશીલ પતિએ પત્ની પર અત્યાચાર કર્યા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે વધુ એક કિસ્સો સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Margi Pandya
First published:

Tags: Crime news, અમદાવાદ ક્રાઇમ

આગામી સમાચાર