નોકરીની લાલચ આપીને, નશાનું સેવન કરી સૌરાષ્ટ્રની યુવતી સાથે ગેંગરેપ કરનાર મુખ્ય આરોપીની થઇ ધરપકડ

નોકરીની લાલચ આપીને, નશાનું સેવન કરી સૌરાષ્ટ્રની યુવતી સાથે ગેંગરેપ કરનાર મુખ્ય આરોપીની થઇ ધરપકડ
પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ત્યારે વધુ એક મુખ્ય આરોપી માલદેવ ભરવાડની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે.

પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ત્યારે વધુ એક મુખ્ય આરોપી માલદેવ ભરવાડની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે.

  • Share this:
અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશન (Ahmedabad woman police station) મા 5 નરાધમો સામે ગેંગ રેપની ફરિયાદ નોંધાઈ હતી. સૌરાષ્ટ્રની યુવતીને કોર્પોરેટર હાઉસમા નોકરી આપવાની લાલચ આપી ભવિષ્ય બનવાનું કહી આરોપીઓએ  એમડી ડ્રગ્સનો નશો કરી ગેંગરેપ કાર્યાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો અને આ ઘટનાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપાઈ હતી. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ત્યારે વધુ એક મુખ્ય આરોપી માલદેવ ભરવાડની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે.

આરોપી પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામીએ એક યુવતીની જિંદગી બનાવવાનું કહી જિંદગી બરબાદ કરી નાખી છે. આ લોકો પોતાના અન્ય સાગરીતો સાથે મળી નશીલી વસ્તુઓનું સેવન કરીને યુવતી સાથે અવારનવાર ગેંગરેપ કર્યો. યુવતીને રાજસ્થાન લઈ જઈ ત્યાં પણ ગેંગરેપ કર્યા હોવાનું સામે આવ્યું છે.



ગુજરાતનો આ પટેલ અમેરિકામાં છે Most Wanted, FBIને માહિતી આપનારને મળશે એક લાખ ડોલરનું ઇનામ

આરોપીઓ દ્વારા યુવતીનો પાસપોર્ટ અને 30 હજાર રૂપિયા પણ લઈ લેવાનું સામે આવ્યું છે.



તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ યુવતી સાથે ગુજરાત, રાજસ્થાનની સાથોસાથ ચાલતી ગાડીમાં પણ બળાત્કાર કર્યા હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં એક આરોપી માલદેવ ભરવાડ ફરિયાદ બાદથી ફરાર હતો અને દેશના અલગ અલગ રાજયમાં છુપાઈને રહી રહયો હતો. પરંતુ ક્રાઈમ બ્રાન્ચે તેને પકડી કાર્યવાહી શરૂ કરી છે.

ટંકારાના ખેડૂતોએ આ રીતે કરી રક્ત ચંદનની ખેતી, થોડા વર્ષોમાં કરોડો કમાશે

મળતી માહિતી પ્રમાણે યુવતી ગત  ઓગસ્ટ મહિનામાં આરોપી માલદેવના સંપર્કમાં આવી હતી અને ત્યાર બાદ આરોપી માલદેવે પોતાના મિત્ર જીતેન્દ્ર ગોસ્વામી અને પ્રજ્ઞનેશ પટેલ સાથે મિત્રતા કરાવી હતી. આરોપીઓ યુવતીને કહયુ હતું કે, તે લોકો ખુબજ મોટા લોકોને ઓળખે છે અને ફરિયાદીનું ભવિષ્ય બનાવી દેશે તેમ કહી ફરિયાદીને અલગ અલગ હોટેલ અને આરોપીના ફ્લેટમાં રેપ કરતા હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓનો ઇતિહાસ પણ ગુનાહિત છે. માલદેવ ભરવાડ સામે અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કુલ 7 ફરિયાદ થઈ ચૂકી છે.
Published by:Kaushal Pancholi
First published:November 29, 2020, 09:11 am

टॉप स्टोरीज