અમદાવાદમાં ડ્રગ્સનો કારોબાર! પકડમાં ન આવે તે માટે કરતા હતા વૉટ્સએપ કોલ, પણ આ રીતે ઝડપાયા

અમદાવાદમાં ડ્રગ્સનો કારોબાર! પકડમાં ન આવે તે માટે કરતા હતા વૉટ્સએપ કોલ, પણ આ રીતે ઝડપાયા

  • Share this:
અમદાવાદ: શહેરમાં ડ્રગ્સનો કારોબાર ચાલતો હોવાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. વોટ્સએપ કોલ મારફતે MD ડ્રગ્સ મંગાવનાર બે શખ્સની ધરપકડ કરાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે પાંચ લાખથી વધુનું ડ્રગ્સ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. જોકે આ કેસમાં ડિલિવરી કરનાર અને ડ્રગ્સ આપનાર વોન્ટેડ છે.

શહેરમાં MD ડ્રગ્સનું વેચાણ ફરી શરૂ થયું છે. જુહાપુરા વિસ્તારમાં રહેતો શખ્સ તેના મિત્ર સાથે મળી MD ડ્રગ્સનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે વિશાલા સર્કલ પાસેથી બંનેને ઝડપી 54 ગ્રામ જેટલું MD ડ્રગ્સ કબ્જે કર્યું છે.  ફતેહવાડીના અતિક મંડલી નામના શખ્સ પાસેથી બંને ડ્રગ્સ ખરીદતા હતા. વોટ્સએપ કોલ કરી અતિક પાસેથી તેઓએ ડ્રગ્સ મંગાવ્યું હતું જે લઈને આવતા ઝડપાયા હતા.



યુવાન એકસાથે 35 ગર્લફ્રેન્ડને કરતો હતો ડેટિંગ, એક ભૂલ પડી ભારે, આ રીતે ફસાયો 'રોમિયો'

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, જુહાપુરામાં રહેતો મહંમદ સુલતાન શેખ અને કાલુપુરનો મુસ્તકિમ શેખ ભાગીદારીમાં ડ્રગ્સનો ધંધો કરે છે. ફતેહવાડીના અતિક મંડલી નામના શખ્સ પાસેથી તેઓ ડ્રગ્સ ખરીદે છે. બંને જુહાપુરાથી વિશાલા સર્કલ પાસે ડ્રગ્સ સાથે આવવાના છે. જેથી ટીમે ત્યાં વોચ ગોઠવી હતી. સ્કૂટર પર બંને આરોપીઓ આવતા પોલીસે તેમને રોકી અને તપાસ કરતા ખિસ્સામાં રહેલી થેલીમાંથી સફેદ કલરનો પાવડર મળી આવ્યો હતો. FSL અધિકારીને બોલાવી અને તપાસ કરતા MD ડ્રગસ હોવાની પુષ્ટી થઈ હતી.

રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કરી Jan ki baat: 'સરકાર નિષ્ફળ ગઇ છે, પાર્ટીનું કામ છોડી લોકોની મદદ કરો'

જેથી બંનેની પૂછપરછ કરતા તેઓને વેચવા માટે ડ્રગ્સ જોઈતું હોવાથી અતિકને વોટ્સએપ પર કોલ કરી અને ડ્રગ્સ મંગાવ્યું હતું. સોનુ નામનો માણસ ડ્રગ્સ આપી ગયો હતો. પોલીસે તેઓની વધુ પૂછપરછ શરૂ કરી હોવાનું ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ વાય બલોચએ જણાવ્યું છે.



પકડાયેલા બને આરોપીઓના કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે, કેમ તે બાબતે તપાસ શરૂ કરાઇ છે. અને વોન્ટેડ આરોપીઓ પકડાયા બાદ ખુલાસા થશે કે કેટલા સમયથી આ કાળો કારોબાર ચલાવી કેટલા લોકોને તે આ જથ્થો ડિલિવરી કરી ચુક્યા છે. આ સિવાય કોલેજમાં ભણતા યુવાધનને બરબાદ કરવાનું આ ષડયંત્ર હતું કે, રોજનો નશો કરવાવાળી વ્યક્તિઓને આ જથ્થો આપવાનું કાવતરું હતું તે બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:April 25, 2021, 15:00 pm

ટૉપ ન્યૂઝ