ગુજરાતમાં હાઈ એલર્ટ વચ્ચે અમદાવાદમાંથી હથિયારો સાથે શખસ ઝડપાયો

ગુજરાતમાં હાઈ એલર્ટ વચ્ચે અમદાવાદમાંથી હથિયારો સાથે શખસ ઝડપાયો
પ્રતિકાત્મક તસવીર

રાજ્યભરમાં હાલ એલર્ટ આપવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં રથયાત્રા પણ આવી રહી છે

  • Share this:
અમદાવાદ : ગત મે માસના અંતિમ દિવસોથી રાજ્યભરમાં (Gujarat on Alert) એલર્ટ આપવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓએ આ એલર્ટ  પાસ કરતા હાલ રાજ્યભરની સુરક્ષામાં (Security) વધારો કરાયો છે. તેવામાં અમદાવાદ (Ahmedabad) શહેરના એન્ટ્રી એક્ઝીટ પોઇન્ટ પર વ્યૂહાત્મક બંદોબસ્ત ગોઠવી ઇન્સાસ રાયફલ સાથે પોલીસ તહેનાત કરાઈ છે. તેવામાં ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) એક વ્યક્તિને હથિયારો સાથે ઝડપી પાડતા અન્ય એજન્સીઓ પણ કામે લાગી છે.

રાજ્યભરમાં હાલ એલર્ટ આપવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં રથયાત્રા પણ આવી રહી છે. તેવામાં શહેરની અંદરના અમુક પોઇન્ટ અને એન્ટ્રી એક્ઝીટ પોઇન્ટ પર ખાસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અહીં ઇન્સાસ રાયફલ સાથે પોલીસને તહેનાત રાખવામાં આવે છે. તેવામાં ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી. અને એક ટીમ જુહાપુરા વિસ્તારમાં પહોંચી હતી. ત્યારે પોલીસને મકદુમ શા બાવાની દરગાહ પાસેથી જુહાપુરા તરફ એક શખસ હથિયાર સાથે નીકળવાનો હોવાની બાતમી મળી હતી.આ પણ વાંચો- ગુજરાતમાં 21મી જૂનથી વિધિવત રીતે ચોમાસાનું થશે આગમન

પોલીસે વોચ ગોઠવી મોહમદ અઝરુદ્દીન ઉર્ફે અઝર કબૂતર (રહે. સંકલીતનગર, જુહાપુરા) ની તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી ત્રણ દેશી તમંચા અને ત્રણ કાર્તિઝ મળી આવ્યા હતા. આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી તે અગાઉ ક્યાં ક્યાં પકડાયો છે, કેમ હથિયાર લાવ્યો અને કોની પાસેથી હથિયાર લાવ્યો તે દિશામાં પૂછપરછ હાથ ધરી છે.

આ પણ જુઓ- 
First published:June 06, 2020, 08:20 am

टॉप स्टोरीज