Home /News /gujarat /

Shocking: અમદાવાદના આ દંપતી અનાથ બાળકોને સાયકલ પંચરના સોલ્યુશનનો નશો કરાવતા, રોજ 3000ની કમાણીનો આપતા ટાર્ગેટ

Shocking: અમદાવાદના આ દંપતી અનાથ બાળકોને સાયકલ પંચરના સોલ્યુશનનો નશો કરાવતા, રોજ 3000ની કમાણીનો આપતા ટાર્ગેટ

અમદાવાદના આરોપી દંપતી

Ahmedabad News: બને આરોપીઓ અનેક બાળકોને આ નશાની લત લગાવી ચુક્યા હોવાનું સામે આવ્યું છે

અમદાવાદ: અમદાવાદના રાયખડમાં બાળકોને નશાના રવાડે ચઢાવીને ભીખ મંગાવવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. કારંજ પોલીસે એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે. 10 થી વધુ બાળકોને ટાર્ગેટ કરીને આ નેટવર્ક ચાલતું હતું.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી સંગીતા મકવાણા અને હિતેશ ચીકના છે. આરોપીઓ નિર્દોષ બાળકોને નશાના રવાડે ચઢાવીને ભીખ મંગાવતા હતા. બાળકોને રૂ 3 હજારનો ટાર્ગેટ આપતા હોવાનો ખુલાસો થયો છે. ઘટના  એવી છે કે, 30 માર્ચના રોજ 16 વર્ષનો બાળક બિનવારસી મળ્યો હતો. આ બાળકને પોલીસે જુવેનાઇલ એડ સેન્ટરમાં રાખ્યો હતો.  બાળકના કાઉન્સિલીગ દરમ્યાન ખુલાસો થયો કે, આ આરોપીઓ બાળકને સાઇકલના પંચર કરવાનું સોલ્યુશનનો નશો કરાવતા હતા. અને નશો કરવા માટે રૂ 3 હજારનો ટાર્ગેટ આપતા હતા. આ મામલે કારંજ પોલીસને માહિતી આપતા પોલીસે ગુનો નોંધીને આ દંપતીની ધરપકડ કરી હોવાનું સી ડિવિઝનના એસીપી સ્મિત ગોહિલે જણાવ્યું છે.

અમદાવાદના આરોપી દંપતી


પકડાયેલા આ આરોપી સંગીતા અને હિતેશ ફૂટપાથ પર રહે છે.. અને સાઇકલ ના પંચર માટે વપરાતું સાઇકલ સોલ્યુશન નો નશો અનાથ બાળકો ને કરાવતા હતા. આ પ્રકારે 10 થી વધુ બાળકોને આ નશાની લત લગાવી છે. આ નશો કરવા બાળકોને 3000 ની કમાણીનો ટાર્ગેટ આપતા હતા.

નશો કરવાનું સોલ્યુશન


આ સોલ્યુશનનું વેચાણ કરીને અથવા ભીખ કે ચોરી કરીને બાળકો ટાર્ગેટ પૂરો કરતા હતા. જો બાળકો રૂ 3 હજાર આ દંપતીને ના આપે તો આરોપીઓ તેઓને મારતા હતા. આ બાળક આરોપી મહિલાના માર થી બચવા નાસી ગયો અને પોલીસને મળી આવ્યો હતો. આ આરોપીઓ 10 થી 16 વર્ષના બાળકોને ટાર્ગેટ કરીને નશાના રવાડે ચઢાવીને ગેરકાયદે પ્રવૃત્તિ કરાવતા હોવાનો ખુલાસો થયો છે.


પોલીસને મળી આવેલું બાળક 3 વર્ષ પહેલાં જ બિહારથી અમદાવાદ આવ્યો છે. બિહારનો રાજા જમીનદાર બંગાળી નામનો શખ્સ લાવ્યો હતો. આ બાળક ફૂટપાથ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. બાળક ભીખ માંગી ને પોતાનું ગુજરાન ચલાવતો હતો.  ત્યારે આ દંપતીએ નશાના રવાડે ચઢાવીને તેની જિંદગી બરબાદ કરી હતી.. આ નેટવર્કમાં આ દંપતી, બિહારનો રાજા બંગાળી અને સાઇકલ સોલ્યુશન નું વેચાણ કરાવતા અનેક લોકોની સંડોવણી સામે આવી છે.. જેથી પોલીસે નેટવર્કમાં સંડોવાયેલા આરોપીની શોધખોળ શરૂ કરી છે.. આ ઉપરાંત નશના બધાંણી થયેલા બાળકોની ઓળખ મેળવીને તેઓને નશા મુક્તિ કેન્દ્ર માં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ક્રાઇમ, ગુજરાત

આગામી સમાચાર