હાઇકોર્ટના આદેશ બાદ સતત ઘણા સમયથી શહેરમાં ટ્રાફિક મુક્ત કરવા ઝૂંબેશ ચાલવામાં આવી રહી હતી. AMC દ્વારા 2 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધીની કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે 29,529 દબાણો દૂર કરવામાં આવ્યા છે, જ્યારે 92,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
શહેરમાં ગેરકાયદે દબાણ હટાવવાના મામલે AMCએ તારીખ 2 ઓગસ્ટથી 12 ઓગસ્ટ દરમિયાન કરેલી કામગીરીના આંકડા દર્શાવ્યા છે જેમાં દશ દિવસમાં 29,529 દબાણ દૂર કરવામાં આવ્યા છે, જ્યારે 92,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. તો 3 લાખથી વધુ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.
તો દશ દિવસમાં 520થી વધુ લારી-ગલ્લા ઉપાડવામાં આવ્યા છે. તથા 7574 કોમર્શીયલ શેડ AMC દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. આ સિવાય 1412 વાહનો નો-પાર્કિંગ ઝોનમાંથી AMC દ્વારા ખસેડવામાં આવ્યા હતા. 7745 જેટલા ઓટલા AMC દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા તો 1298 ક્રોસવોલ અને 320 લોખંડની સીડી તોડી પડાઈ હતી તથા 614 પાક્કા બાંધકામ AMC દ્વારા તોડવામાં આવ્યા.